નાકરાવાડી ડમ્પિંગ યાર્ડથી પર્યાવરણને નુકસાનની ઉઠી ફરિયાદ, રાજકોટના જાગૃત નાગરિકે વળતર માટે NGTમાં કરી ફરિયાદ

  • September 14, 2023 11:44 AM 

રાજકોટ શહેરમાંથી એકત્ર કરવામાં આવેલો કચરાનો નિકાલ નાકરાવાડીમાં કરવામાં આવે છે. આ ડમ્પીંગ યાર્ડથી પર્યાવરણને નુકસાન થતું હોવાનું ફરિયાદ ઉઠી છે. નુકસાનનું વળતર ચૂકવવા રાજકોટના અરજદાર શૈલેન્દ્રસિંહ જાડેજાએ પુણેની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કરતા ટ્રિબ્યુનલે કલેકટર-પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે અને ડિસેમ્બર મહિનામાં વધુ સુનાવણી કરવામાં આવશે. 


નાકરાવાડી ડમ્પિંગ યાર્ડથી પર્યાવરણને નુકસાનની ફરિયાદ ઉઠી છે અને આ નુકસાનના વળતર માટે NGTમાં ફરિયાદ નોંધાઈ છે. ડમ્પિંગ યાર્ડમાં 20 લાખ ટન કચરાનો ઢગલો પડ્યો છે જેનો RTIમાં ખુલાસો થયો છે. રાજકોટના જાગૃત નાગરિક શૈલેન્દ્રસિંહ જાડેજાએ NGTને ફરિયાદ કરી છે. નાકરાવાડીમાં કચરા નો પ્રોસેસીંગ પ્લાન્ટ વર્ષ 2012થી બંધ છે. કચરાના ઢગલાના કારણે આસપાસના વિસ્તારના લોકોના આરોગ્ય જોખમમાં મૂકાયા છે. કચરાના ઢગલાના કારણે જમીનના તળ પણ ખરાબ થઇ ગયા છે. GPCBએ મનપા અને કચરાના નિકાલનું કામ કરતી એજેન્સીને 11 શૉ કોઝ નોટિસ પાઠવી છે છતાં મનપા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application