જામનગરમાં "વિશ્વ પૃથ્વી દિન"ની ઉજવણીના ભાગરૂપે સાંસદ, ધારાસભ્ય, મેયરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ-  વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

  • April 22, 2023 04:15 PM 

જામનગરમાં "વિશ્વ પૃથ્વી દિન"ની ઉજવણીના ભાગરૂપે સાંસદ, ધારાસભ્ય, મેયરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ-  વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

--- આપણા સંતાનોના ભવિષ્ય માટે પૃથ્વીની જાળવણી કરવી અનિવાર્ય :  ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા

--- આજના સમયમાં પૃથ્વીને પ્રદૂષણ મુક્ત રાખવી અત્યંત જરૂરી છે: સંસદ શ્રી પૂનમબેન માડમ


બાળકોને વૃક્ષોનું જતન કરતાં શીખવીએ અને પૃથ્વીને નુકસાન થતું અટકાવીએ:  શહેર મેયર શ્રી બીનાબેન કોઠારી


 જામનગરમાં ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા (78 વિધાનસભાના),
જામનગર મહાનગર પાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરના સંયુક્ત ઉપક્રમે 1લી મે 2023 "ગુજરાત સ્થાપના દિન "" અને "ગુજરાત ગૌરવ દિન" જિલ્લા કક્ષાની ઉજવણી ના ભાગરૂપે આજ રોજ જામનગર ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી શહેર મેયર, સંસદ સભ્ય, ધારાસભ્યની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 11 માં અન્નપૂર્ણા મંદિરની બાજુમાં જેએમસી ગાર્ડન પ્લોટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.  



તેમજ વોર્ડ નંબર 5 દિગ્જામ સર્કલ પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 31 /57 ખાતે વિનામૂલ્ય વિદ્યાર્થીઓને છોડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવો નું પુસ્તક વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રંગરંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો, જેમાં વિધાનસભા 78 ના ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને રૂ.501 પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યો હતો, 



આ કાર્યક્રમમાં વિધાનસભા 78 ના ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા એ જણાવ્યું હતું કે આજે જામનગર મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સદભાવનાના ત્રિવેણી સંગમના ઉપક્રમે વિશ્વ પૃથ્વી દિન નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણે પૃથ્વીને પ્રદૂષણ મુક્ત બનાવવી જોઈએ આપણા સંતાનોના ભવિષ્ય માટે પૃથ્વીની જાળવણી કરવી અત્યંત જરૂરી છે પૃથ્વી પરથી વિવિધ પ્રદૂષણો દૂર કરી વૃક્ષોનું વાવેતર કરવું અને અહીંથી તમામ બાળકોને વૃક્ષના રોપાઓ આપવામાં આવશે ત્યારબાદ તંદુરસ્ત વૃક્ષ એવી સ્પર્ધા યોજવામાં આવશે જેમાં બાળકે વૃક્ષ નો ફોટો પાડી લાવવાનો રહેશે.




આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ એ જણાવ્યું હતું કે વિશ્વ પૃથ્વી દિન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં પૃથ્વીની જાળવણી કરવી અને વાતાવરણને પ્રદૂષણ મુક્ત રાખવું તે અત્યંત જરૂરી બન્યું છે આજના સમયમાં વાતાવરણ પ્રદૂષણ મુક્ત બને તેવા પ્રયત્નો જામનગર મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને 78 ના ધારાસભ્ય શ્રી ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો છે તે અત્યંત સરાહનીય છે પૃથ્વી પર આપણું ભારણ સતત વધી રહ્યું છે આથી પૃથ્વીનું જતન કરવું જરૂરી બન્યું છે વાત કરીએ ભારતની તો વિશ્વમાં પ્રથમ ક્રમાંકે વસ્તીની દ્રષ્ટિએ ભારત આવે છે આપણે ચીનને પણ પાછળ મૂકી વસ્તીની દ્રષ્ટિએ વિશ્વ માં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે આથી આજના સમયમાં પૃથ્વીનું જતન કરવું અત્યંત જરૂરી બની રહ્યું છે. 



  આ કાર્યક્રમમાં શહેર મેયર શ્રી બીનાબેન કોઠારી એ જણાવ્યું હતું કે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ના કાર્યક્રમમાં છોડ વિતરણ કાર્યક્રમ એ માત્ર રોપાઓનું વિતરણ જ નથી કરવાનું પરંતુ બાળકો વૃક્ષોનું જતન કરતાં શીખે એ મહત્વનું છે પૃથ્વીને નુકસાન થતું અટકાવવા માટેના જે પગલાં લેવામાં આવે છે તે અંતર્ગત આજે બાળકો પોતાના ઘરની આસપાસ છોડનું વાવેતર કરે અને તેની જાળવણી કરે તેનું મહત્વ સમજાવ્યું હતું.


આ કાર્યક્રમમાં 78- વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા,  સાંસદ પૂનમબેન માડમ , શહેર મેયર બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર શાસક પક્ષના નેતા  કુસુમબેન પંડ્યા,  શહેર ભાજપ અધ્યક્ષ  વિમલભાઈ કગથરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા, વાઈસ ચેરમેન  પ્રજ્ઞા સોઢા, પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ગાર્ડન શાખાના ચેર પર્સનશ્રી ડિમ્પલબેન રાવલ, વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર શ્રી ધર્મરાજસિંહ જાડેજા,  શ્રી હર્ષાબેન વીરસોડિયા, વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર શ્રી કિશનભાઇ માડમ, શ્રી આશિષભાઈ જોશી, શ્રી સરોજબેન વિરાણી, મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણિયા, શ્રી મેરામણભાઇ ભાટુ,  શ્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ શ્રી નિલેશભાઈ ઉદાણી, રાજહંસ પ્રા. લિ. ના ડાયરેક્ટર શ્રી અમીબેન પરીખ, મ્યુનિસિપલ સભ્યશ્રીઓ , શહેર ભાજપ સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો,  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રી સંજયભાઈ દાઉદિયા, શ્રી બિમલભાઈ સોનછાત્ર, મનિષાબેન બાબરીયા, શ્રી રમેશભાઈ કંસારા, શ્રી પરસોત્તમભાઈ કકનાણી , શ્રી નિલેશભાઈ હાડા , શ્રી દિનેશભાઈ રબારી, કેળવણી નિરીક્ષક શ્રી રાજુભાઈ દવે,  અતુલભાઇ ઠાકર,  શાળા નંબર 31/57 ના પ્રિન્સિપાલ શ્રી પીઠાભાઈ નંદાણીયા , બાબુભાઈ માતંગ, શિક્ષક ગણ તથા બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application