જામકંડોરણાના સનાળા ગામે માતાએ પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી ગઈ, ત્રણેયના મોત, શું કામ આવું પગલું ભર્યું?

  • December 12, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકંડોરણાના સનાળા ગામે પરિવારે આપઘાત કર્યો છે. ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારે ઝેરી દવા પી લીધી હતી. બે સંતાનો અને માતાનું મોત થયું છે. દાહોદ જિલ્લામાંથી ખેત મજૂરી કરવા પરિવાર આવ્યો હતો. જો કે, પતિએ પત્નીને કામ બાબતે સામાન્ય ઠપકો આપતા પત્નીએ સંતાનો સાથે ઝેરી દવા પીધી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.




ઘટનાને પગલે પોલીસ દોડી ગઈ
એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યના મોતથી ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઘટનાને પગલે જામકંડોરણા પોલીસ દોડી ગઈ છે અને ત્રણેયના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોમાં 
સેનાબેન (ઉ.વ. 36), પુત્ર આયુષ (ઉં.વ. 5) અને દીકરી કાજલ  (ઉં.વ. 6)નો સમાવેશ થાય છે.



​​​​​​​


દરવાજો ખોલતા જ મૃતદેહો જોવા મળ્યો
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર દાહોદના ધાનપુરના કાટુ ગામનો પરિવાર મજુરીકામ અર્થે જામકંડોરાણાના સનાળા ગામમાં આવ્યો હતો. પરિવાર વાડી વિસ્તારમાં મજુરી કામ કરતો હતો. મજુરી કામમાંથી પરિવારના સભ્ય ઘરે પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો કોઇએ ખોલ્યો ન હતો. જેથી આસપાસ રહેતા અન્ય મજુરોને બોલાવીને ઘરનો દરવાજો તોડવામાં આવ્યો હતો. દરવાજો તોડીને અંદર જોતા માતા અને બે સંતાનોના મૃતદેહ મળી આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application