દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કાનૂની મોરચે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે 2019 માં દાખલ થયેલી એક ફરિયાદમાં FIR નોંધવાની માંગ સ્વીકારી છે. આરોપ છે કે કેજરીવાલ, પૂર્વ AAP ધારાસભ્ય ગુલાબ સિંહ અને પૂર્વ દ્વારકા કાઉન્સિલર નીતિકા શર્માએ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં મોટા હોર્ડિંગ્સ લગાવી જાહેર નાણાંનો દુરુપયોગ કર્યો હતો. આ ફરિયાદ પર કોર્ટએ કાર્યવાહી કરવાનો આદેશ આપતા પોલીસને 18 માર્ચ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે.
આ પહેલા પણ કેજરીવાલને આ વર્ષે કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં હરિયાણાના શાહબાદ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ FIR નોંધાઈ હતી. આ કેસ તેમના એક વિવાદિત નિવેદન સાથે સંકળાયેલો હતો, જેમાં તેમણે હરિયાણા પર યમુના નદીના પાણીમાં ‘ઝેર’ ભેળવવાનો આરોપ લગાવ્યો હતો.
દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ કેજરીવાલ સામેના કાનૂની પડકારો સતત વધી રહ્યા છે. એક પછી એક કેસો સામે આવતા, તેમનો રાજકીય ભવિષ્ય સંકટમાં મૂકાઈ શકે છે. આ વચ્ચે AAP નેતાઓએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને તેને રાજકીય બદલો ગણાવ્યો છે. હવે 18 માર્ચના રિપોર્ટ બાદ જ આ મામલે આગળ શું થાય તે જાણવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનિલ કપૂરની નકલ કરવાની આમિર ખાનને ભારે કિંમત ચૂકવવી પડી
March 12, 2025 12:47 PMએસએસ રાજામૌલી સર્જશે અનોખું કાશી
March 12, 2025 12:45 PMજામનગરમાં મનપા ખાતે ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી
March 12, 2025 12:44 PMઉર્વશી રૌતેલા ૧૨ કરોડની રોલ્સ રોયસ કુલીનન ખરીદી
March 12, 2025 12:44 PMકાર્તિક આર્યન૧૧ વર્ષ નાની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ
March 12, 2025 12:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech