પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરીયાનો ત્રાસ : ઢીકાપાટુ અને ધોકા વડે મારમાર્યો

  • May 27, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વારંવાર જ્ઞાતિ અંગે અપમાનિત કરી છુટાછેડા આપી દેવા કહેતા: પરિણીતાની ફરિયાદ પરથી પતિ,સાસુ-સસરા, નણંદ-નણદોયા સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો



યુવતીએ અન્ય જ્ઞાતિના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા બાદ સાસુ-સસરા,નણંદ-નણંદોયા સહિતના જાતી પ્રત્યે હડધૂત કરી ત્રાસ આપતા હોય જેથી પરિણીતા માવતરે ચાલી ગઇ હતી. બાદમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં પ્રવસ્તી હાઇટ્સમાં રહેતા સાસારિયાના ઘરે વડીલો સાથે સમજાવટ કરવા ગઇ હતી.પરંતુ સાસરિયાએ ઢીકાપાટુ અને ધોકા વડે મારમારી જ્ઞાતિ અંગે અપમાનિત કરી છુટાછેડા આપી દેવાનું કહેતા પરિણીતાએ આ મામલે બી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદ પરથી પોલીસે તેણીના પતિ સહિતના સાસારીયા સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.




જાણવા મળતી વિગતો મુજબ,રંજનીબેન(ઉ.વ ૩૨) દ્વારા બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જુના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે પ્રવસ્તી હાઇટ્સ ફલેટ નં ૪૦૧માં રહેતા પતિ સૌરભ હરેશભાઇ પાટડીયા,સાસુ જયશ્રીબેન,સસરા હરેશ હિમ્મતલાલ પાટડીયા,નંણદ પ્રાચી અને નણદોયા નયનનું નામ આપ્યું છે.




રંજનીબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અનુસૂચિત જાતિની દીકરી હોય તેણે સોની યુવાન સૌરભ સાથે જુન-૨૦૨૨ માં ગાંધીધામમાં કોર્ટ મેરેજ કર્યા હતાં.બાદમાં જાન્યુઆરી ૨૦૨૩ માં તે પતિના ઘરે સંયુકત કુંટુંબમાં રહેવા આવી હતી.તેની જ્ઞાતિ અલગ હોય આ બાબતે સાસુ-સસરા અને નણંદ સહિતના તેને વારંવાર જ્ઞાતિ અંગે અપમાનિત કરી મેણાટોણા મારી ત્રાસ આપી હતાં.દરમિયાન તેમના ત્રાસથ કંટાળી તે માવતરના ઘરે ચાલી ગઇ હતી.



બાદમાં ઘરના વડીલોની સમજાવટથી તેઓ વડીલોને સાથે રાખી પતિના ઘરે જતા આ વખતે સાસુ-સસરા અને નણંદ નણદોયા સહિતાઓએ ઢીકાપાટુ અને ધોકા વડે મારમાર્યો હતો.પરિણીતાનો પતિ સૌરભ પણ તેને નાની બાબતમાં હેરાન કરી છુટાછેડા આપી દેવા માટે કહેતો હોય અંતે તેણે આ મામલે ફરિયાદ કરતા પોલીસે તેણીના પતિ સહિતના સાસરિયા સામે આઇપીસીની કલમ ૩૨૩,૫૦૪,૧૧૪,૪૯૮(ક) તથા એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application