ભાવનગર : અધેળાઈ નજીક કાર ડિવાઇડર પર ચડી જતા સાસુનું મોત જમાઈને ઈજા

  • February 02, 2023 07:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajaal@team

અકવાડા નો પરિવાર સાસુને કેન્સરની બીમારી હોય કાર લઈને અમદાવાદ દવાખાને લઈ જતા હતા ત્યારે અધેળાઈ નજીક સર્જાયો અકસ્માત


ભાવનગર થી થોડે દૂર આવેલા અકવાડા ગામે રહેતા સાસુ અને જમાઈ કાર લઈને સાસુની સારવાર કરાવવા માટે અમદાવાદ ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન અથડાય નજીક આવેલ ટોલનાકા નજીક કાર ડિવાઇડર સાથે અથડાતા કારચાલક સહિત ત્રણને ગંભી ઇજા થતા ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્યું હતું


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર થી થોડે દૂર આવેલા અકવાડા ખાતે રહેતા પ્રભુ દયાલ ભારતી ઉંમર વર્ષ 32 ના સાસુ રામરતિબેન મુન્નાલાલ ભારતી ને કેન્સરની બીમારી હોય ભાવનગર ખાતેથી કારમાં ચાલક વિકાસ ગુપ્તા સાથે અમદાવાદ જવા માટે રવાના થયા હતા. દરમિયાનમાં રાત્રિના સમયે અધેળાઈ નજીક આવેલા ટોલનાકા પાસે કાર ડિવાઇડર સાથે અથડાઈ જતા કારમાં સવાર એક મહિલા સહિત ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા 


જ્યાં રામ રતિબેન મુન્નાલાલ ભારતી ઉંમર વર્ષ 55 નું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ચાલક અને જમાઈ ની સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application