કાર સરખી રીતે ચાલવવાનું કહેતા રાત્રીના વોકિંગમાં નીકળેલા માતા–પુત્રીને માર માર્યેા

  • August 01, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એરપોર્ટ પાસેના ગીત ગુર્જરી સોસાયટીમાં રાત્રીના બનેલો બનાવ: અજાણ્યા કારચાલક સહિત બે સામે ગુનો નોંધાયો




રાજકોટમાં આવારા તત્વોને પોલીસનો કોઇ ખોફ જ ન રહ્યો હોય તે વાતની પ્રતીતી કરવાતો વધુ એક બનાવ શહેરમાં ગઇકાલે રાત્રીના એરપોર્ટ રોડ પરની ગીત ગુર્જરી સોસાયટી પાસે બન્યો છે.સુભાષનગરમાં રહેતા મહિલા તેની ૧૫ વર્ષની દીકરી સાથે રાત્રીના વોકિંગમાં નિકળ્યા હતાં.ત્યારે એક કાર પૂરપાટ ઝડપે તેમના તરફ ધસી આવી હતી.જેથી તેમણે કાર સરચી રીતે ચલાવવાનું કહેતા કારચાલક અને તેની સાથેના એક અજાણ્યા શખસે મળી માતા–પુત્રી સાથે ઝઘડો કરી તેમને ઢીકાપાટુનો મારમાર્યેા હતો.આ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે કારચાલક સહિત બંને સામે ગુનો નોંધી કારના નંબરના આધારે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.





પ્રા વિગતો મુજબ,શહરેના રૈયા રોડ પર સુભાષનગર–૩ માં રહેતા અમીબેન કેયુરભાઇ વોરા(ઉ.વ ૪૧) નામના વણિક પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીજે ૧૦ સીએન. ૮૮૩૩ નંબરની કારના ચાલક અને તેની સાથેના અજાણ્યા શખસનું નામ આપ્યું છે.પરિણીતાના પતિ હનુમાન મઢી પાસે તિપતી કોમ્પલેકમાં હરિઓમ એસ્ટેટ નામની દુકાન ધરાવે છે.
બનાવ અંગે પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે તે તેમની ૧૫ વર્ષની દીકરી આરશી બંને રાત્રીના દસેક વાગ્યા આસપાસ વોકિંગમાં નિકળ્યા હતાં.



દરમિયાન ગીત ગુર્જરી સોસાયટી પાસે રામેશ્ર્વર ચોક પાસે પહોંચતા એક કાર પૂરપાટ ઝડપે તેમના તરફ ધસી આવી હતી.જેથી તેમણે કાર સરખી રીતે ચલાવવાનું કહેતા કારચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને તેની સાથે કારમાં સવાર અન્ય એક શખસ પણ નીચે ઉતરી ગળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યા હતાં.બાદમાં આ બંનેએ મળી માતા–પુત્રને ઢીકાપાટુનો મારમાર્યેા હતો.દરમિયાન અહીં લોકો એકત્ર થતા આ શખસો કાર લઇ નાસી ગયા હતાં.પરિણીતાએ આ અંગે પતિને ફોન કરી જાણ કરી દીધી હોય તે અહીં આવી જતા બાદમાં માતા–પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.સામાન્ય ઇજા પહોંચી હોય પ્રાથમિક સારવાર અપાઇ હતી.બાદમાં તેમણે આ ફરિયાદ નોધાવતા પોલીસે કારચાલક સહિત બંને સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application