મોરબી જિલ્લા પંચાયતનું ૯૭.૨૪ લાખની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર

  • February 21, 2023 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જીલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષનું બજેટ જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં રજુ કરવામાં આવ્યું હતું જેબજેટને મંજુર કરવામાં આવ્યું છે તો વિરોધ પક્ષ દ્વારા પ્રજાહિતના કામો થતા ના હોવાના આક્ષેપો કરીને હંગામો કરવામાં આવ્યો હતો


મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટસહિતના કુલ ૧૫ એજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતા જે તમામ એજન્ડાઓને મંજુર કરવામાં આવ્યા હતા જીલ્લા પંચાયતનું આગામીનાણાકીય વર્ષનું ૯૭.૨૪ લાખની પુરાંતવાળું બજેટ રજુ કરવામાં આવ્યું હતું જે બજેટને મંજુરીની મહોર લગાવવામાં આવી હતી
સામાન્ય વહીવટ ક્ષેત્રે રૂ ૧૦૧.૯૯ લાખ જેમાં માનદ વેતન, પગાર ભથ્થા અને કન્ટીજ્ન્સી ખર્ચનો સમાવેશ થાય છે, પંચાયત અને વિકાસ ક્ષેત્રે કુલ રૂ ૮૧૩.૩૩ લાખની જોગવાઈ જેમાં ગ્રામ પંચાયતના વિકાસના કામોની રૂ ૭૦૦ લાખની જોગવાઈઓકરવામાં આવી છે


શિક્ષણ ક્ષેત્રે રૂ ૭૬.૯૧ લાખની પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓની જોગવાઈ કરેલ છે, આરોગ્ય ક્ષેત્રે રૂ ૬૦ હજારની જોગવાઈ કરેલ છે, ખેતીવાડી ક્ષેત્રે રૂ ૧૬.૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલન ક્ષેત્રે ૫ લાખની જોગવાઈ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ ૭૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે, આંકડા શાખા માટે રૂ ૧.૩૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે, કુદરતી આફતો માટે રૂ ૩૧૦ લાખ જેમાં રૂ ૩૦૦ લાખની પુર નિયંત્રણ ભંડોળની જોગવાઈઓનો સમાવેશ થાય છે, સિંચાઈ ક્ષેત્રે રૂ ૭૮.૭૫ લાખના સિંચાઈના કામોની જોગવાઈ થયેલ છે, બાંધકામ ક્ષેત્રે કુલ રૂ. ૨૬૫.૦૧ લાખની જોગવાઈનો સમાવેશ થાય છે, પ્રકીર્ણ યોજનાઓ અને કાર્યો માટે રૂ ૧૦.૪૧ લાખની જોગવાઈનો સમાવેશ થાય છે.

ખેડૂતો માટેની યોજના ફરી શરૂ કરો: ભુપત ગોધાણી
જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના સદસ્ય ભુપતભાઈ ગોધાણીએ ખાસ સામાન્ય સભામાં શાસક પક્ષને આડેહાથ લેતા જણાવ્યું હતું કેબજેટ સર્વ સંમતીથી મંજુર કરાયું છે જોકે ૧૫ માં નાણાપંચના કામ ૩ વર્ષથી થયા નથી ૩-૩ વર્ષથી કામો અટકેલા છે ટેન્ડર બહાર પાડેઅને ફરી રી ટેન્ડર કરવામાં આવે છે સામાન્ય સભામાં લેવાતા એજન્ડામાં હેતુફેર જેવા મુદાઓ જ નજરે પડશે પ્રજાહિતના મુદા લેવાતાનથી એકપણ પ્રશ્નનો નિકાલ થતો નથી જેથી સરકાર પાસે માંગ કરી છે કે વિકાસ કાર્યો અવિરત ચાલુ રાખવા જોઈએ અને ખેડૂતોનાહિતમાં કિસાન સૂર્યોદય યોજના ફરી શરુ કરવા માંગ કરી છે

પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું: પંચાયત પ્રમુખ
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખે બજેટ અંગે જણાવ્યું હતું કે આજે ૯૭.૨૪ લાખની પુરાંતવાળું બજેટ મંજુર કરાયું છે અને ખાસ સામાન્યસભામાં ૧૫ એજન્ડા મુકવામાં આવ્યા હતા જે તમામને બહાલી આપવામાં આવી છે વિરોધ પક્ષના કામોના વિલંબ અંગે જણાવ્યું હતું કેટેન્ડર બહાર પાડ્યા હતા પરંતુ કોન્ટ્રાકટર ટેન્ડર લેતા ના હોવાથી કામો વિલંબમાં પડ્યા છે અને રી ટેન્ડર કરવામાં આવ્યા હતા તોફિલ્ટર પ્લાન્ટ વધુ કીમતે ખરીદવા અંગેના પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે તે બધી ખરીદી જનરલ જીએમથી થતી હોય છે અનેગાંધીનગરથી કરાતી હોય છે પરંતુ મશીનરી ખરાબ હોય તો તપાસ કરી પરત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application