ખંભાળિયામાં દર સોમવારે અમૃત આહાર મહોત્સવનું આયોજન

  • April 29, 2023 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કૃષિ એ ભારત દેશમાં પ્રાચીન યુગથી ઋષિઓની પરંપરા રહી છે. પ્રકૃતિએ ધરતી પર કૃષિના રૂપમાં માનવ જાત પર સૌથી મોટા આશીર્વાદ આપ્યા છે. અનાદિકાળથી કુદરતના ખોળે, કુદરતી સંસાધનોથી ખેતી કરતા ખેડુતો થોડા સમય માટે કૃત્રીમ રાસાયણિક ખાતર તથા દવાઓ તરફ વળી ગયા છે. કોરોનાના પ્રકોપ સામે રોગ પ્રતિકારક શક્તિનું મહત્વ સમજાયુ છે. ત્યારે સાત્વિક અને શુધ્ધ ખોરાક ખાવાનો એક વિકલ્પ મળ્યો છે.



જેને સાકાર કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાકૃતિક ખેડુત સંગઠન તથા એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એટલે કે આત્માના ઉપક્રમે જીલ્લાની જનતાને જંતુનાશક દવાઓના અવશેષ વિનાના દેશી ગાયના છાણ-મુત્ર થકી બનાવેલ જીવામૃત, ઘનજીવામૃત વગેરેના ઉપયોગ કરીને ઉત્પન્ન કરેલ સાત્વિક તથા શુધ્ધ શાકભાજી, ફળો, અનાજ, કઠોળ તથા વિવિધ અથાણાં, મધ, હળદર ખરીદવા માટે તારીખ આગામી સોમવારથી દર અઠવાડિયાના સોમવારના રોજ ખંભાળિયામાં જોધપુર ગેઈટ નજીક આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત આહાર મહોત્સવનું આયોજન કરાયું છે.


આ અમૃત આહાર મહોત્સવમાં ખેડુતો દ્વારા પ્રાકૃતિક કૃષિ પેદાશોનું સીધુ વેચાણ કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે આત્મા પ્રોજેકટની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application