નાયરા એનર્જીનો વિસ્તાર ગ્રીનબેલ્ટમરીન પાર્ક ખીજડીયા અભયારણ્ય અંગે માહિતી માંગતા ધારાસભ્ય

  • March 23, 2023 11:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ખંભાળીયા હાઇવે ઉપર આવેલી રીફાઇનરી નાયરા એનર્જીનો વિસ્તાર ગ્રીનબેલ્ટ તેમજ મરીન નેશનલ પાર્ક ઉપરાંત ખીજડીયા પક્ષી અભયારણ્ય અંગે મંત્રી મુળુભાઇ પાસે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા એ પ્રશ્ર્ન પુછી માહિતી માંગી હતી તેમજ આ તકે જામનગરના વતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અંગે ગુજરાત વિધાનસભા ગૃહમા ગૌરવ વ્યક્ત કરાયુ હતું
૭૮ જામનગર ઉતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીવાબા આર. જાડેજાએ નાયરા એનર્જીનો કુલ કેટલી વિસ્તાર છે.


 કેટલા વિસ્તારમાં એ એનર્જી્ પ્લાન્ટ આવેલો છે અને સાથે સાથે આ કંપની દ્વારા બાગાયતી ગ્રીન બેલ્ટ ડેવલોપમેન્ટ કરવામાં આવે છે કે કેમ? અને તે કરવામાં આવે છે તો કેટલા વિસ્તારની અંદર વાવેતર કરવામાં આવેલ છે. વગેરે માહિતિ પુછી હતી જેના પ્રત્યુતરમા વન પર્યાવરણના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઇ પટેલએ જણાવ્યુ હતુ કે નાયરા એનર્જી્ એ ટોટલ ૧૧૦૦ હેક્ટરની અંદર કંપની આવેલી છે. એમાંથી લગભગ ૩૫ ટકા જેટલી વિસ્તાર એટલે લગભગ ૪૧૦ હેક્ટર જેટલા વિસ્તારની અંદર બાગાયતી ગ્રીન બેલ્ટ એરિયા આવેલો છે.
નાયરા દ્વારા જે ખેતી કરવામાં આવે છે તેમાં કેરી, શરૂ, દાડમ, ચીકુ, કેસર, ઓસ્ટ્રેલીયન બાબુલ, કણજ, લીમડો, સોનમહોર, ગુલમહોર, સીટીસ, આછો ગુલાબી સપ્તર્સી, દેવ કંચન, આમલી, ગોરસ આમલી, બદામ, સરગવો, ગામલો, વગેરેનું વાવેતર કર્યુ છે જે મળીને ૪૫૦ હેકટર એરીયા થાય ખાસ કરીને ખાસ પ્રકારની કેરી પણ થાય છે અને કેરી એકસ્પોર્ટ પણ કંપની દ્વારા કરવામાં આવે છે.






ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર હાલ ચાલી રહ્યુ છે ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવિન્દ્રસિંહનો ઉલ્લેખ જીતુભાઇ વાઘાણી દ્વારા કરવામા આવતા રિવાબા જાડેજાએ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માધ્યમથી સભ્ય જીતુભાઇ વાઘાણીનો ખૂબ ખૂબ આભાર માની જણાવ્યુ હતુ કે આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ અધ્યક્ષ અને સમસ્ત સભાગૃહનો હુ આભાર માનું છું કે જામનગર ગુજરાત અને ભારત જ નહી પણ ઇન્ટરનેશનલ ક્ષેત્રે મારા પતિ રવિન્દ્રસિંહ જાડેજાએ જે સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ મને પ્રાઉડ થાય અને આ સભાગૃહને પણ પ્રાઉડ થાય એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું, આ સેશનમાંજ વધુ બે અગત્યના પ્રશ્નો મંત્રી મૂળભાઇ બેરાને ધારાસભ્ય રીવાબાએ પુછ્યા હતા કેમકે મંત્રી મુળુભાઇ હાલારમાંથી રીપ્રેઝન્ટ કરે છે તેથી એમને સવિશેષ ખ્યાલ હોય કે પિરોટનટાપુ જે મરીન નેશનલ પાર્ક તરીકે ગુજરાતમાં અન્ડર ડેવલપ મરીન પાર્ક છે.



એટલે તેના ડેવલોપમેન્ટ માટે રીસ્ટ્રકચરની સાથે સાથે વન ઓફ ધ બેસ્ટ મરીન પાર્ક ગુજરાતને આપી શકાય તેમ આયોજન કરવા અંગે વિચારણા કરવી જોઇએ. અને તેની સાથે સાથે જામનગર જિલ્લાનું બીજું એક એવું ગૌરવ છે ખીજડીયા બર્ડ સેન્ક્ચ્યુરી, તેના માટે ગાર્ડનની વ્યવસ્થા અને સાથે સાથે જેમ અહીં આપણે વિધાનસભા ગૃહમાં જેમ આયોજન કર્યું કે એક વ્હીકલ બેટરી ઓપરેટેડ વૃદ્ધો, વડિલો અને બૂઝર્ગો માટે મળે, એવી જ રીતે આ ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી માટે પણ એક બેટરી ઓપરેટેડ વ્હીકલની ખાસ્સી જરૂર છે. તો આ બે બાબત પર વિચાર કરવો જોઇએ તેમ પણ રીવાબાએ મહત્વનુ સુચન કર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application