મિઝોરમના ભાવિનો આજે ફેસલો : વલણોમાં ઝેડપીએમની બહુમતી

  • December 04, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણીમાં ૧૮ મહિલાઓ સહિત કુલ ૧૭૪ ઉમેદવારો મેદાનમાં 

મિઝો નેશનલ ફ્રન્ટ, જોરમ પીપલ્સ મુવમેન્ટ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો


મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. આજે યોજાનારી મતગણતરી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ, જોરમ પીપલ્સ મુવમેન્ટ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલાની અપેક્ષા છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે સોમવારે જાહેર થયેલા મતોની ગણતરીના પ્રારંભિક વલણોમાં, વિપક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટએ રાજ્યમાં સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ પર લીડ મેળવી છે.


ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મિઝોરમના ઉપમુખ્યમંત્રી તવાનલુઈયા તુઇચાંગમાં ઝેડપીએમઉમેદવાર ડબલ્યુ ચુઆનાવામા સામે હારી ગયા છે. મિઝો નેશનલ ફ્રન્ટના તવાનલુઈયાને ૬,૦૭૯ વોટ મળ્યા, જ્યારે ઝેડપીએમના ઉમેદવાર ડબલ્યુ ચુઆનાવામાને ૬,૯૮૮ વોટ મળ્યા. ચૂંટણી પંચે જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવાર સી લાલહરિયાતુયાને ૧,૬૭૪ વોટ મળ્યા, જ્યારે અપક્ષ ઉમેદવાર લાલહમુન્સિયામીને માત્ર ૬૭ વોટ મળ્યા છે.
​​​​​​​

મિઝોરમ વિધાનસભા માટે ૭ નવેમ્બરે મતદાન થયું હતું અને રાજ્યના ૮.૫૭ લાખ મતદારોમાંથી ૮૦ ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીમાં ૧૮ મહિલાઓ સહિત કુલ ૧૭૪ ઉમેદવારો મેદાનમાં છે.

એમ એન એફ , ઝેડપીએમ અને કોંગ્રેસે ૪૦-૪૦ બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે ભાજપે ૧૩ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. મિઝોરમમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીએ ચાર બેઠકો પર ચૂંટણી લડી હતી.


કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી


મિઝોરમના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી એચ લિયાંજેલાએ જણાવ્યું હતું કે કડક સુરક્ષા વચ્ચે તમામ ૧૩  કેન્દ્રોમાં સવારે ૮ વાગ્યે મતગણતરી શરૂ થઇ છે. તેમણે કહ્યું કે આ 13 કેન્દ્રો પર દરેક 40 વિધાનસભા બેઠકો માટે એક કાઉન્ટિંગ હોલ બનાવવામાં આવ્યો છે. સૌ પ્રથમ, પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને ઇવીએમમાં પડેલા મતોની ગણતરી સવારે 8.30 વાગ્યાથી શરૂ થઇ છે. આઈઝોલ જિલ્લામાં ત્રણ મતગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં ૧૨ વિધાનસભા મતવિસ્તારો છે, જ્યારે ૧૦ અન્ય જિલ્લાઓમાં એક-એક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. કેટલીક બેઠકો પર જ્યાં મતદારોની સંખ્યા ઓછી છે, ત્યાં માત્ર બે રાઉન્ડની મતગણતરી થશે, પરંતુ મોટાભાગની બેઠકોમાં મતગણતરીનાં પાંચ રાઉન્ડ થશે. મતગણતરી પ્રક્રિયામાં ૪૦૦૦ થી વધુ કર્મચારીઓ જોડાશે. કુલ મળીને ઈવીએમ માટે 399 ટેબલ અને પોસ્ટલ બેલેટની ગણતરી માટે ૫૬  ટેબલ હશે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application