ટાટા સ્ટીલ,ગેઇલ જેવી દાયકાઓ જૂની કંપનીઓએ પછાડીને એપલ ટોંચ પર

  • August 19, 2024 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટોચની વૈશ્વિક ટેક કંપની એપલ માટે ભારતીય બજાર ઉત્તમ સાબિત થઈ રહ્યું છે. આઇફોન મેન્યુફેકચરિંગ કંપની એપલને ભારતમાં મેન્યુફેકચરિંગ શ કરવાથી ઘણો ફાયદો મળી રહ્યો છે. થોડા જ સમયમાં ભારતમાં તેનો કારોબાર એટલો મોટો થઈ ગયો છે કે દાયકાઓ જૂની ઘણી મોટી ભારતીય કંપનીઓની વેલ્યુ તેની સામે ઘટી ગઈ છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં એપલનો બિઝનેસ . ૨ લાખ કરોડને પાર કરી ગયો છે.
એપલનો ભારતીય બિઝનેસ છેલ્લા ૪ વર્ષમાં કેટલો વધ્યો છે તેનો અંદાજ દાયકાઓ જૂની મોટી ભારતીય કંપનીઓના કુલ મૂલ્ય સાથે સરખાવીને લગાવી શકાય છે. ઉદાહરણ તરીકે, નવરત્ન સરકારી કંપની ગેઇલનું માર્કેટ કેપ હાલમાં . ૧.૫ લાખ કરોડથી થોડું વધારે છે. ટાટા ગ્રુપની ટાટા સ્ટીલનું માર્કેટ કેપિટલાઇઝેશન ૧.૮૭ લાખ કરોડ પિયા છે. અગ્રણી મેટલ અને માઇનિંગ કંપની વેદાંતનું માર્કેટ કેપિટલાઇઝેશન . ૧.૬૭ લાખ કરોડ છે. કંપનીઓના માર્કેટ કેપના ડેટા અનુસાર, ભારતમાં હાલમાં માત્ર ૪૬ કંપનીઓ છે જેમનું માર્કેટ કેપિટલાઇઝેશન . ૨ લાખ કરોડથી વધુ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં એપલનો બિઝનેસ ૨ લાખ કરોડ પિયાને પાર કરી ગયો. ગયા મહિને બજેટ પહેલા રજૂ કરવામાં આવેલી આર્થિક સમીક્ષામાં એ પણ કહેવામાં આવ્યું હતું કે એપલના બિઝનેસે ભારતમાં કોઈ બહત્પરાષ્ટ્ર્રીય કંપનીની સૌથી મોટી ઈકોસિસ્ટમનું સ્વપ લીધું છે.
ગયા નાણાકીય વર્ષ દરમિયાન એપલે ભારતમાંથી . ૧.૩૫ લાખ કરોડના આઇફોનની નિકાસ કરી હતી. છેલ્લા નાણાકીય વર્ષમાં કોઈપણ એક બ્રાન્ડ દ્રારા આ સૌથી વધુ નિકાસ છે. યારે સ્થાનિક બજારમાં એપલનું વેચાણ ૬૮ હજાર કરોડ પિયા રહ્યું. આ રીતે, સ્થાનિક વેચાણ અને નિકાસનો સંયુકત આંકડો ૨.૦૩ લાખ કરોડ પિયા પર પહોંચી ગયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application