આ ફ્રેન્ચાઇઝીમાં જોડાવા માંગે છે રિંકુ સિંહ, 2025ની મેગા ઓક્શન પહેલા કર્યો મોટો ખુલાસો

  • August 19, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વિરાટ કોહલી સાથે રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રિંકુએ કહ્યું કે, જો કોલકાતા નાઈટ રાઈડર્સ તેને આઈપીએલ 2025ની મેગા ઓક્શન પહેલા રિલીઝ કરે છે તો તે RCB તરફથી રમવાનું પસંદ કરશે.




જણાવી દઈએ કે, રિંકુ સિંહ તાજેત્તરમાં જ શ્રીલંકા સામેની ત્રણ T-20 ઈન્ટરનેશનલ મેચની સિરીઝમાં જોવા મળ્યો હતો. ડાબા હાથના બેટ્સમેને આ શ્રેણીમાં પોતાની બોલિંગથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા અને ત્રીજી મેચમાં 19મી ઓવર કરી હતી. ભારતે આ મેચ સુપર ઓવરમાં જીતી લીધી હતી.



શું કહ્યું રિંકુ સિંહે




26 વર્ષીય રિંકુ સિંહ હવે 25 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી યૂપી T-20 લીગમાં એક્શનમાં જોવા મળશે. આમાં તે મેરઠ મેવેરિક્સને લીડ કરતા જોવા મળશે. ટૂર્નામેન્ટ પહેલા સ્પોર્ટ્સ ટાક સાથેની વાતચીતમાં રિંકુ સિંહે KKRમાં પોતાના ભવિષ્ય વિશે વાત કરી હતી.



તેમને કહ્યું કે, "હજી સુધી કંઈ જાણી શકાયું નથી." રિટેન્શન રહેશે કે હરાજીમાં જશે તે અંગે હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. હવે જોઈએ કે આગળ શું થાય છે.'' જ્યારે બેટ્સમેનને પૂછવામાં આવ્યું કે, જો KKR તેની સાથે અલગ થઈ જાય તો તે કઈ ફ્રેન્ચાઈઝીનું પ્રતિનિધિત્વ કરવા ઈચ્છશે. આના પર રિંકુએ જવાબ આપ્યો, "રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application