Ayushman Bharat Yojana: આયુષ્માન ભારતનું નવું કાર્ડ બનશે, રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે

  • September 11, 2024 10:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય કેબિનેટે બુધવારે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને સ્વાસ્થ્ય કવરેજને મંજૂરી આપી છે. લગભગ છ કરોડ વરિષ્ઠ નાગરિકોને આનો લાભ મળશે. આશરે 4.5 કરોડ પરિવારોના વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયાના મફત આરોગ્ય વીમા કવચનો લાભ મળશે. પાત્ર લાભાર્થીઓને નવું અલગ કાર્ડ આપવામાં આવશે.


બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આયુષ્માન ભારત યોજનામાં 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આયુષ્માન ભારત યોજના હેઠળ હવે 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત અને કેશલેસ સારવારની સુવિધા મળશે. આ યોજનાથી ચાર કરોડ પરિવારોમાં રહેતા છ કરોડ વૃદ્ધોને ફાયદો થશે.


આયુષ્માન ભારત હેઠળ નોંધણી

આ યોજનાનો લાભ લેવા માટે વૃદ્ધોએ આયુષ્માન ભારત હેઠળ નોંધણી કરાવવી પડશે. ટૂંક સમયમાં જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપતા રેલ્વે, માહિતી પ્રૌદ્યોગિકી અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ યોજના 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આવરી લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News