મંત્રી બળવંતસિંહ રાજપૂતે ભાવનગરની ચિત્રા GIDCમાં "કોમન ફેસેલીટી સેન્ટર”નું ઉદ્ઘાટન કર્યું

  • June 09, 2023 12:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ગુજરાત નું વિકાસ મોડલ આજે વિશ્વભર માં નમૂનારૂપ : મંત્રી બળવંતસિંહ રાજપૂત


ભાવનગર ના જી.આઇ.ડી.સી. ચિત્રા ખાતે આજે ઉદ્યોગ મંત્રી ઉડ્ડયન, શ્રમ, કૌશલ્ય બળવંતસિંહ રાજપૂતની આધ્યક્ષતામાં "કોમન ફેસેલીટી સેન્ટર” નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ચિત્રા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા આ નવનિર્મિત કોમન ફેસેલીટી સેન્ટર રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગની સહાયથી તૈયાર કરવામાં આવેલ છે. 


આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત જણાવે છે કે, "ગુજરાત નું વિકાસ મોડલ આજે વિશ્વભર માં પ્રસિદ્ધિ પામેલ છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ ની દૂરદ્રષ્ટિને કારણે આજે ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વભર માં ખ્યાતિ મેળવેલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકાર આજના ટેક્નોલોજી ના યુગ માં કદમ થી કદમ મેળવીને ચાલવા તથા આવનાર ૨૦ વર્ષની પરિસ્થિતિ ને વર્તમાન સમય માં વિચારણા કરીને કટિબદ્ધ થઇ વિશ્વગુરુ બનવા આગળ ધપી રહી છે. મુખ્યમંત્રી અધ્યક્ષતા અંતર્ગત સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ, માઇક્રો ઈન્ડસ્ટ્રીઝ, સ્કિલ આધારિત શિક્ષણનું પ્રદાન, સ્કિલ આધારિત યુનિવર્સિટીનું નિર્માણ અને શ્રમિક લોકોની સાચવણી જેવી અનેક જનસુખાકારી યોજના થાકી ગુજરાત વિકાસ ની નવી સિદ્ધિઓ સર કરશે અને આગામી સમય માં વિશ્વગુરુ તરીકે આપનો દેશ ઓળખ પામશે તેવી વિચારણા સાથે ગુજરાત સરકાર તરફ થી સૌને અભિવાદન કર્યું હતું."


સમારંભમાં પધારેલ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ કહ્યું હતું કે ટ આજે વિશ્વ ભારત ને ઔદ્યોગિક દેશ તરીકે ઓળખે છે અને ભાવનગરનું ચિત્રા એ ઔદ્યોગિક વિસ્તાર તરીકે ગુજરાતમાં પ્રસિદ્ધિ પામેલ છે. માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સકારાત્મક ઈચ્છાશક્તિ સાથે કાર્ય થઇ રહ્યું છે. જેની સફળતા સર્વ નજરો નજર જોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે માત્ર ૧૦૦ દિવસ માં ૧ લાખ કરોડ ના MOU થયા છે જે પ્રશંસા પાત્ર છે. ઓપન હાઉસ વેપાર જગત માટે ખુબ જ ઉપયોગી બની રહેશે જે ગુજરાત સરકારએ જાણ્યું છે અને તેને સ્વીકૃતિ પણ આપી છે. આ કટિબદ્ધ તેવી ગુજરાત સરકારને તેઓ શુભેચ્છાઓ આપે છે. 


આ ઉદ્ઘાટન સમારોહમાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, રાહુલ ગુપ્તા વી.સી.એમ. ડી જીઆઇડીસી, ધારાસભ્યો સહિત એસોસીએશનના સભ્યો તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.    




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application