2023 આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર...અહીં નવ પ્રકારમાં મિલેટ્સનું કરવામાં આવ્યું છે વાવેતર...

  • May 26, 2023 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: 2023ના વર્ષને યુનોએ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર્સ તરીકે જાહેર કરવામાં આવ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અનુસંધાને 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે..


જામનગરમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સલગ્ન બાજરા સંશોધન કેન્દ્ર ખાતે તમામ પ્રકારના નવ મિનિટ્સનું વાવેતર કરવામાં આવ્યું છે....ખાસ કરીને મિલેટ્સ આરોગવાથી ન્યુટ્રેશનની કમી દૂર કરી શકાય છે... વિશ્વના અનેક દેશો લોકો ભોજનમાં મિલેટ્સનો વધુમાં વધુ આહાર લે તેવી અપીલ પણ કરી રહ્યા છે...


મહિલા અને બાળ મંત્રાલય દ્વારા પોષણ મિશન હેઠળ બાજરીનો સમાવેશ કરેલ છે. ICAR એ એક નવી જાત હિમ શક્તિ બહાર પાડી છે, જેને પોષક અનાજ તરીકે જાહેર કરવામા આવ્યુ છે.દેશના વિવિધ સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કુલ ૬૭ મુલ્યવર્ધિત ટેકનોલોજી વિકસાવવામાં આવી છે.બાજરીની નિકાસ વધી છે.બાજરીની બાયોફોર્ટીફાઇડ ૪ જાતો સહિત ૧૩ વધુ ઉત્પાદન આપતી જાતો વિકસાવવામાં આવી છે.ભારત સરકારે ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ – ૨૦૨૩ ઉજવવાનું નક્કી કર્યુ છે, જેથી ભારતીય મીલેટ્સની વાનગીઓ, મુલ્ય વર્ધીત ઉત્પાદનો વૈશ્વીક સ્તરે સ્વીકારવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application