ઓલ ઇન્ડીયા બીએસએનએલીની બેઠક યોજાઇ

  • February 10, 2023 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તા.૧-૧-૨૦૧૭ થી ૧૫ટકા ફીટમેન્ટ થર્ડ પીઆરસી મુજબ પેન્શન રીવીઝન મેળવવા બીએસએનએલ એમટીએનએલ પેન્શન રીવીઝનના સંઘર્ષ માટે આઠ પેન્શનર્સ એસો.નના સંયુકત ફોરમની રચના તા.૨૫-૧-૨૦૨૩ના સંચારમંત્રી તથા ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમના સેક્રેટરીને સંયુકત ફોરમ દ્વારા મેમોરેન્ડમ કોમ. વી.એન. નામ્બુદીજી, એઆઇબીડીપીએ સલાહકારએ આમીટીંગની અઘ્યક્ષતા કરેલ. કોમ.કે.જી.જયરાજ, જનરલ સેક્રેટરી, એઆઇબીડીપીએ, જેમણેમીટીંગ માટે નોટીસ જારી કરી હતી, તેમણે બીએસએનએલ એમટીએનએલ પેન્શનરોના પેન્શન રીવીઝનના સંદર્ભમાં વર્તમાન પરિસ્થિતિ અને ૧૫ ટકા ફીટમેન્ટ સાથે પેન્શન રીવીઝન હાંસલ કરવા માટે પેન્શનર્સ એસો. દ્વારા સંયુકત પ્રયાસો કરવાની જરુરિયાત વિશે ટુંકમાં સમજાવ્યું હતું. થર્ડ પીઆરસીની ભલામણો અનુસાર, જે સંપુર્ણપણે ન્યાયી છે. બધા જ વકતાઓએ ભારપૂર્વક અભિપ્રાય આપ્યો હતો કે આપણે થર્ડ પીઆરસી દ્વારા ભલામણ કર્યા મુજબ ૧૫ ટકા ફીટમેન્ટ સાથે પેન્શન રીવીઝનની માંગને ઘ્યાનમાં લેવી જોઇએ. એવું દર્શાવવામાં આવ્યૂં હતું કે ૨૦૦૦ અને ૨૦૦૭ માં પણ પેન્શન રીવીઝન આ રીતે કરવામાં આવેલ હોય પ્રાધાન્ય સાથે આ તાર્કિક માંગ છે.



ડીઓટી સચિવ દ્વારા તા.૧૭-૧૨-૨૦૨૨ ના રોજ એસો. સાથેની બેઠક દરમ્યાન, સરકાર દ્વારા ૭માં પગારપંચના આધારે કોઇપણ પેન્શન સુધારણાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. આ બેઠક થર્ડ પીઆરસી આધારે ડીઓટી દ્વારા ઓફર કરવામાં આવેલ ૦ટકા ફીટમેન્ટ સ્વીકાર્ય નથી. પગારપંચથી પેન્શન રીવીઝનને અલગ કરવાની એસો.નોની માંગણી ડીઓટી દ્વારા સ્વીકારવામાં આવી હોવાથી અને મહતમ પગાર ધોરણે સંપુર્ણ પેન્શન ફાળો સરકારને ચુકવવામાં આવ્યો હોવાથી, સરકાર દ્વારા ૦ ટકા ફીટમેન્ટથી પેન્શન રીવીઝનની ડીઓટી ની ઓફર બીલ કુલ વ્યાજબી નથી. ૦ ટકા ફીટમેન્ટ નામંજુર કરી અને ૧૫ ટકા ફીટમેન્ટ તે મુજબ પેન્શનમાં સુધારો કરવા અંગે એસો. સાથેની ડીઓટી સચિવની બેઠકમાં રજુઆત કરેલ.


આ મીટીંગમાં થર્ડ પીઆરસી મુજબ ૧૫ ટકા ફીટમેન્ટ સાથે પેન્શન રીવીઝન માટેની માંગને મજબૂતપણે ચાલુ રાખવા, બીએસએનએલ. એમટીએનેલ પેન્શનર્સ એસો.નના સંયુકત ફોરમની રચના આજે બેઠકમાં હાજર રહેલા તમામ એસો.નો સાથે સંદેશાવ્યવહાર મંત્રી અને સચિવ, ડીઓટીને માંગણીઓ અને વ્યાજબીતાઓ સાથેનું મેમોરેન્ડમ આપવા માટે, અમારી પેન્શન રીવીઝનના વહેલા તપાવટ માટે સંયુકત ફોરમ દ્વારા સચિવ ડીઓટી અનેસંચારમંત્રી સાથે બેઠક યોજવા અને જો ૨૦ મી ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધીમાં આ મુદાને અનુકૂળ રીતે ઉકેલવામાં ન આવેતો, સંયુકત ફોરમ બેઠક કરશે અને આંદોલનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવા અંગેના સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ હોવાનું એઆઇબીડીપીએના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ અને ગુજરાતના સર્કલ સેક્રેટરી મનુભાઇ ચનિયારા દ્વારા અખબારી યાદીમાં  જણાવવામાં આવેલ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application