માયાવતીનું યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન પણ અમલીકરણની રીતનો કર્યો વિરોધ

  • July 02, 2023 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



યુનિફોર્મ સિવિલ કોડને લઈને દેશમાં રાજકીય પારો ઊંચકાયો છે. કેન્દ્ર સરકાર ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં સમાન નાગરિક સંહિતા રજૂ કરે તેવી શક્યતા છે. આ અંગે વિવિધ પક્ષો તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. હવે બસપા ચીફ માયાવતીએ પણ લખનૌમાં નિવેદન જારી કરીને આ અંગે પાર્ટીનો પક્ષ રાખ્યો છે.


બીએસપીના વડાએ કહ્યું, "અમારો પક્ષ UCCનો વિરોધ નથી. પરંતુ તેને બળજબરીથી લાદવાની જોગવાઈ બાબા સાહેબ ભીમ રાવ આંબેડકરના બંધારણમાં સમાવિષ્ટ નથી. આ માટે જાગૃતિ અને સર્વસંમતિને શ્રેષ્ઠ માનવામાં આવી છે. આ સમયે જે રાજનીતિ કરવામાં આવી રહી છે તે દેશના હિતમાં યોગ્ય નથી.

આ પહેલા આપ આ બીલ માટે પોતાની સહમતી દર્શાવી ચુક્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની શિવસેના પણ પોતાનું સમર્થન આપી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application