મણિપુર અશાંત વિસ્તાર જાહેર, કોંગ્રેસે કહ્યું- PM મોદી પ્રચારમાં વ્યસ્ત, તેમને માત્ર સત્તામાં રસ

  • September 27, 2023 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મણિપુરમાં હિંસા પહેલેથી જ વિવાદમાં છે, રાજ્યના શહેરો પર પોલીસ કડક એકશનમાં છે, છતાં પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે બિરેન સરકારે રાજ્યને અશાંત વિસ્તાર જાહેર કર્યો છે. 19 પોલીસ સ્ટેશન વિસ્તારો સિવાય સમગ્ર મણિપુરને અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની અત્યંત કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.


હાલમાં જ બે વિદ્યાર્થીઓના મોત બાદ અરાજકતા વધુ ફેલાઈ છે. લોકો નારાજ છે અને હજારો વિદ્યાર્થીઓ સરકારનો વિરોધ કરી રહ્યા છે. સૂત્રો મુજબ, મણિપુર સરકારે 1 ઓક્ટોબરથી 19 પોલીસ સ્ટેશનો સિવાય રાજ્યના પહાડી વિસ્તારોમાં AFSPAને 6 મહિના માટે લંબાવ્યો છે. આ સમગ્ર ઘટના બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું કે જુલાઈમાં ગુમ થયેલા બે વિદ્યાર્થીઓની હત્યાએ સમગ્ર દેશને આંચકો આપ્યો છે. મણિપુર લગભગ 150 દિવસથી સળગી રહ્યું છે, હિંસાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, હજારો લોકો બેઘર બન્યા છે, તેમ છતાં કેન્દ્ર સરકાર કોઈ પગલાં લઈ રહી નથી.


કોંગ્રેસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે મણિપુર સળગી રહ્યું છે પરંતુ પીએમને સત્તાની ચિંતા છે. મણિપુર પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પીએમ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પીએમને મણિપુરની જનતાની ચિંતા નથી. કોંગ્રેસે રાજ્યની બિરેન સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે.


બીજી તરફ કુકી સમુદાયના સંગઠન ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમની મહિલા પાંખએ આદિવાસીઓની હત્યા અને બળાત્કારના કેસમાં સીબીઆઈ તપાસમાં વિલંબના વિરોધમાં ચુરાચંદપુરમાં પ્રદર્શન કર્યું હતું. મહિલા પાંખના કન્વીનર કહે છે કે તેમને આશ્ચર્ય છે કે આદેશ હોવા છતાં કુકી સમુદાયના લોકોની હત્યા અને બળાત્કારની તપાસ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application