આરોપી તાપણું કરતો હોય વૃધ્ધે ટપારતા પાઇપ ફટકાર્યેા હતો રિવોલ્વર જોઇ જતાં વૃધ્ધ ભડાકા કરશે તેવું માની લૂંટી લીધાની કેફીયત
ભકિતનગર રેલ્વે સ્ટેશન પાછળના પટમાં કબૂતરોને ચણ નાખવા ગયેલા હોટલ સંચાલક વૃધ્ધ પર હત્પમલો કરી રિવોલ્વરની લૂંટ ચલાવનાર શખસને પોલીસે ઝડપી લીધો હતો.આરોપીને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
દોઢસો ફુટ રીંગ રોડ પર બિગ બાઝાર સામે સિલ્વર સ્ટોન સોસાયટીમાં રહેતાં અને લોહાનગરમાં ચાની હોટેલ પણ ચલાવતાં સવજીભાઇ વીરાભાઇ ડાંગર (ઉ.વ.૬૧) નામના વૃધ્ધ ૧૮મીએ ભકિતનગર રેલ્વે સ્ટેશન પાછળના પટમાં કબૂતરોને ચણ નાખવા ગયા ત્યારે એક શખસ ભડકો કરી ડોલમાં પાણી ભરી બેઠો હોઇ વૃધ્ધે તેને ટપારતા ઉશ્કેરાઇ જઇ હત્પમલો કરી માથામાં ઇજા પહોંચાડી હતી અને તેમની પરવાનાવાળી રિવોલ્વર લૂંટી ભાગી ગયો હતો. આ ભેદ રેલ્વે પોલીસે ઉકેલી નાખી મુળ રાજસ્થાના ડુંગરપુરના વીંછીવાડાના જીંજવા ગામના અને હાલ રાજકોટમાં રખડતાં રહેતાં શકિતકાંત જગન્નાથજી ડામોર (ઉ.૩૦)ને દબોચી લઇ રિવોલ્વર કબ્જે કરી છે.
ડીવાયએસપી જે. કે. ઝાલાની રાહબરીમાં પીઆઇ એ. બી. અસારી અને ટીમે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતાં અને આરોપી જે તરફ ભાગ્યો એ રસ્તા પરના કેમેરા ચેક કરતાં પગે મળ્યું હતું. છેલ્લે તેને કાલાવડ રોડ પાણીના પ્લાન્ટથી મોકાજી સર્કલના રસ્તે ટેનીસ એકેડેમીના ખુલ્લા પટમાંથી પકડી લેવાયો હતો. તેની પાસેથી લૂંટાયેલી રિવોલ્વર પણ મળી આવી હતી જે ખાલી હતી.
આરોપીએ કબુલ્યું છે કે,હત્પં રેલ્વેના ખુલ્લા પટમાં પક્ષીને લોકો ચણ નાખે છે ત્યાં બેઠો હતો અને મેં ટાઢને કારણે તાપણુ કર્યુ હતું. મારી પાસે કાળા કલરનું પતરાનું ડબલુ હતું. જેમાં સફેદ કલર હતો તેના દ્રારા મેં તાપણુ કર્યુ હતું. એ વખતે વૃધ્ધે આવી પક્ષીઓને ચણવાની જગ્યાએ આવા તાપણા નહિ કરવાનું કહી ડબલાને પાટુમારી દેતાં મને ગુસ્સો આવતાં મેં ત્યાં પડેલા લોખંડના ટૂકડાથી હત્પમલો કરી બે ત્રણ ફટકા મારી દેતાં તે પડી ગયેલ અને લોહી નીકળવા માંડા હતાં. એ દરમિયાન તેના કમરે રિવોલ્વર જોઇ જતા મારા પર ભડાકો કરશે તેવો ભય લાગતાં મેં રિવોલ્વર કાઢી લીધી હતી અને ભાગી ગયો હતો.પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરતા અદાલતે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech