હિમાલયમાં ગમે ત્યારે આવી શકે છે મોટો ભૂકંપ, વૈજ્ઞાનિકોની ચેતવણી

  • March 23, 2023 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દેહરાદૂન સ્થિત વાડિયા ઈન્સ્ટીય્યૂટ ઓફ હિમાલય જિયોલોજીના સીનિયર સાયન્ટિસ્ટે જણાવી હકીકત


ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવવાના કારણે હડકંપ મચી ગયો હતો. દિલ્હી-એનસીઆરની સાથે સાથે પંજાબ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપથી લોકોમાં ભય છે. કેમ આવી રહ્યા છે ભૂકંપના ઝટકા? શું મોટો ભૂકંપ આવવાનો છે? તેના પર વાડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ હિમાલય જિયોલોજીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. અજય પોલે જણાવ્યું કે હિમાલયમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે.




ડૉ. પોલે જણાવ્યું કે અફગાનિસ્તાનમાં આવેલા ભૂકંપની ઉંડાઈ વધારે હતી. તમાટે તેની અસર ખૂબ મોટા વિસ્તારોમાં જોવા મળી. આપણે સિસ્મિક ઝોન 5માં છીએ કોઈ પણ ક્ષેત્રની ઓળખ નથી કરી શકતા. અવેયરનેસ અને સિવિલ એન્જિનિયરિંગથી જીવ બચાવી શકાય છે.




ભૂકંપથી પહેલા કોઈ પણ પ્રકારની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. જ્યારે ટેક્ટોનિક પ્લેટ્સથી એનર્જી રિલીઝ થાય છે. ત્યારે ભૂકંપ આવે છે. કાલે મારા ઘરની લાઈટ્સ અને પંખા પણ 45 સેકન્ડ સુધી હલતા રહ્યા.




આઈ.આઈ.ટી.રૂરકીનાં અર્થ સાઈન્સેઝ વિભાગના સાયન્ટિસ્ટ પ્રો. કમલે જણાવ્યું કે પાકિસ્તાનથી લઈને ભારતના ઉત્તર-પૂર્વના રાજ્યો સુધી હિમાલયના આખા બેલ્ટમાં ભૂકંપનું આવવું સામાન્ય ઘટના છે. આટલી વધારે માત્રામાં ભૂકંપનું આવવું તેનો મતલબ એ છે કે ટેક્ટોનિક પ્લેટ્સની અંદર રહેલું પ્રેશર રિલીઝ થઈ રહ્યું છે.




હાલમાં જ એક નવો નક્શો જાહેર થયો છે. જેમાં ભારતના ઉપર હિમાલયના વિસ્તારમાં હજારો ફોલ્ટ લાઈન્સ છે. આ ફોલ્ટ લાઈન્સમાં થતી હલ્કી હલચલ પણ ભારતીય પ્રાયદ્વીપને હલાવી દે છે.




હકીકતે ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 15થી 20 મિલિમીટર તિબ્બતન પ્લેટની તરફ વધી રહી છે. આટલા મોટા જમીનના ટુકડા કોઈ અન્ય મોટા ટુકડાને ધકેલશે, તો ક્યાંકને ક્યાંક તો ઉર્જા સ્ટોર થશે.



તિબ્બતની પ્લેટ ખરી નહીં શકે. માટે બન્ને પ્લેટોની વચ્ચે રહેલી ઉર્જા નિકળે છે. આ ઉર્જા નાના નાના ભૂકંપોના રૂપમાં નિકળે છે. તો તેનાથી ગભરાવવાની જરૂર નથી. જ્યારે ઝડપથી ઉર્જા નિકળે છે તો મોટો ભૂકંપ આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application