ખાલિસ્તાન-ગેંગસ્ટર્સના નેટવર્ક પર NIAની મોટી કાર્યવાહી, UP-દિલ્હી સહિત 6 રાજ્યોમાં 51 સ્થળો પર દરોડા

  • September 27, 2023 08:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી-એનસીઆર સહિત છ રાજ્યોમાં એક સાથે NIAએ દરોડા પડ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગેંગસ્ટર ટેરર ​​નેટવર્ક સામે આજે મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો મુજબ  NIA કુલ 51 સ્થળોએ દરોડા પાડી રહી છે. પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં છુપાયેલા ગેંગસ્ટરોના ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સંબંધો હોવાના પુરાવા મળ્યા છે. ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા જ ગેંગસ્ટરોને હથિયારો મળી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.


NIAએ કહ્યું છે કે તે 3 કેસમાં લોરેન્સ, બંબિહા અને અર્શ દલ્લા ગેંગના સહયોગીઓ સાથે સંબંધિત 6 રાજ્યોમાં 51 સ્થળો પર દરોડા પાડી રહી છે. NIAની ટીમ પંજાબના ભટિંડા અને મોગામાં હાજર છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને બંબીહા ગેંગ ચર્ચામાં હતી. એવું કહેવાય છે કે બંબીહા ગેંગે લોરેન્સ બિશ્નોઈ ગેંગને ટક્કર આપવા માટે પાકિસ્તાનની મદદ પણ લીધી હતી. સુત્રો મુજબ અર્શ દલ્લા વિદેશમાં છુપાયેલો છે અને ત્યાંથી જ તેના ગુનાઓ કરી રહ્યો છે.


નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં પંજાબ, હરિયાણા, યુપી જેવા રાજ્યોમાં ગેંગસ્ટરો સક્રિય થયા છે. આ ગુંડાઓને પોતાનું કામ કરવા માટે પૈસાની જરૂર છે, જે પડોશી દેશ પાકિસ્તાનથી આવતા ડ્રગ્સ અને ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા પૂરી કરવામાં આવી રહી છે. આ સિવાય પણ આવા ઘણા ગુંડાઓ છે જેમને હથિયારોની જરૂર છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે જ ખાલિસ્તાની આતંકવાદીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. NIA સારી રીતે જાણે છે કે આતંકવાદીઓ અને ગેંગસ્ટરોનું આ ગઠબંધન દેશ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.


વાસ્તવમાં, પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ભારતમાં માત્ર ડ્રગ્સ જ નથી સપ્લાય કરવામાં આવે છે, પરંતુ ત્યાં આતંકવાદીઓને પણ મોકલવામાં આવે છે. હથિયારોની લાલચ આપી તેઓ ગેંગસ્ટરોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. આ કામને પાર પાડવા માટે ઈસ્લામિક આતંકવાદીઓને બદલે ખાલિસ્તાની આતંકવાદીઓની મદદ લેવામાં આવી રહી છે. NIAને મળેલી માહિતી મુજબ  કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓ ISIના સતત સંપર્કમાં છે.


હમણાથી ઘણા રાજ્યોની પોલીસે આ ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરી છે. પરંતુ હજુ પણ કેટલીક ગેંગ સક્રિય છે. તેમાંથી મોટાભાગના છુપાયેલા છે. અત્યાર સુધી પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર દ્વારા આતંકવાદી ષડયંત્ર રચવા માટે જાણીતું છે. પાકિસ્તાની આતંકવાડીઓ પંજાબ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રોન દ્વારા ડ્રગ્સ સપ્લાય કરતો રહે છે. છેલ્લા કેટલાક મહિનામાં BSF જવાનોએ ઘણી વખત પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application