ગાગવામાં માહેશ્ર્વરી મેઘવાર સમાજના ભાવિકો દ્વારા માઘ સ્નાન વ્રત

  • February 04, 2023 06:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં માહેશ્ર્વરી મેઘવાર સમાજમાં માઘ સ્નાન વ્રતનો ખૂબ જ મહિમા છે. ૧૧મી જાન્યુઆરીથી આ વ્રતનો પ્રારંભ થયો છે, આ વ્રત ૮મી ફેબ્રુઆરીએ શ્રી ધણી માતંગ દેવના જન્મોત્સવે પૂર્ણ થશે અને જામનગર શહેરમાં ૯મી ફેબ્રુઆરીએ ભવ્ય શોભાયાત્રા પરંપરાગત રીતે નીકળશે.


વિશ્ર્વભરમાં વસતા માહેશ્ર્વરી મેઘવાર સમાજમાં માઘ સ્નાન વ્રતનું ખૂબ જ મહત્વ હોય છે જેમાં પાંચ દિવસ પાંચ પ્રકારના સ્નાન કરવામાં આવે છે. જેમાં વાવનું સ્નાન, માટલાંનું સ્નાન, પગથિયાવાળી વાવનું સ્નાન, સરોવર-તળાવનું સ્નાન અને પાંચમા દિવસે સમુદ્રનું સ્નાન કરવામાં આવે છે.


જામનગર સહિત સમગ્ર હાલાર અને ગાગવા ગામ ખાતે ભકતજનો દ્વારા શ્રદ્ધા અને આસ્થાપૂર્વક માઘ સ્નાનનું એક મહિનાનું વ્રત ચાલી રહ્યું છે. જેમાં ગાગવા ખાતે મતિયા મૂળજીભાઈ નારણભાઈ, મતિયા રાણીબેન મૂળજીભાઈ, મતિયા લક્ષ્મણભાઈ નારણભાઈ, મતિયા મહેશભાઈ આલાભાઈ, ડગરા મેઘજીભાઈ દેવાભાઈ દ્વારા માઘ સ્નાનનું વ્રત કરવામાં આવી રહ્યું છે.


પરોઢિયે ચાર વાગ્યે પાંચ દિવસના પાંચ પ્રકારના સ્નાન કરી ગુરૂની પૂજા-અર્ચના કરવામાં આવે છે, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે. 


૮મી ફેબ્રુઆરીએ પૂર્ણાહૂતિ બાદ ૯મી ફેબ્રુઆરીએ જામનગર શહેર તથા ગાગવામાં શ્રી ધણી માતંગ દેવના જન્મોત્સવ નિમિત્તે પરંપરાગત રીતે શ્રદ્ધા અને આસ્થા પૂર્વક શોભાયાત્રા નીકળશે જેમાં બહોળી સંખ્યામાં માહેશ્ર્વરી સમાજના લોકો શ્રઘ્ધાપૂર્વક જોડાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application