‘મેગી’એ કરાવ્યા છુટાછેડા !

  • March 22, 2023 12:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વભરમાં ઘણા કારણોસર દંપતીમાં છૂટાછેડા થાય છે, ક્યારેક પરસ્પર સંકલનના અભાવને કારણે, ક્યારેક ઘરેલુ હિંસા અને ક્યારેક લગ્નેત્તર સંબંધોને કારણે. પરંતુ હાલમાં જ એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં છૂટાછેડાનું કારણ ખૂબ જ વિચિત્ર છે. આ કારણ છે મેગી ! જો તમે વિચારી રહ્યા છો કે આ મામલો કોઈ અન્ય દેશનો છે તો તમને જણાવી દઈએ કે આ મામલો ભારતનો જ છે.


મૈસૂરમાં રહેતા એક વ્યક્તિએ છૂટાછેડા માટે અરજી કરી છે કારણ કે તેની પત્ની દરરોજ રાત્રે માત્ર મેગી બનાવે છે. એક અહેવાલ અનુસાર, આ વ્યક્તિએ કોર્ટની સામે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે તેની પત્નીને ખાવા માટે મેગી સિવાય બીજું કઈ રાંધવાનું નથી આવડતું. તે નાસ્તામાં પણ મેગી બનાવે છે, લંચ માટે મેગી બનાવે છે અને રાત્રે ડિનર માટે પણ મેગી જ બનાવે છે. રાશનમાં પણ તે ઇન્સ્ટન્ટ નૂડલ્સ જ ખરીદે છે.


પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ એમએલ રઘુનાથે કેસની સુનાવણી કરી હતી. આ પ્રકારના પ્રથમ અને ખૂબ જ અનોખા કેસને કોર્ટ દ્વારા જ 'મેગી કેસ' નામ આપવામાં આવ્યું છે. કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે 2 મિનિટમાં બનેલી મેગી કોઈના વર્ષો જૂના લગ્ન તોડવાનું કારણ બની જશે.


કોર્ટે કહ્યું કે અગાઉ કોર્ટે દંપતીને સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમ કે સામાન્ય રીતે છૂટાછેડાના કેસોમાં કરવામાં આવે છે. પરંતુ બંનેએ પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. જસ્ટિસ એમએલ રઘુનાથે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે છૂટાછેડા માટે આવું બહારનું કારણ આપવામાં આવ્યું હોય.
​​​​​​​
તેણે કહ્યું કે અગાઉ એક કેસ આવ્યો હતો જેમાં પતિ છૂટાછેડા માંગ્યા હતા કારણ કે પત્નીએ પ્લેટની ખોટી બાજુએ મીઠું પીરસ્યું હતું. તો એક પત્ની છૂટાછેડા માંગતી હતી કારણ કે તેણીને તેના પતિના લગ્નના સૂટનો રંગ પસંદ ન હતો. થોડા દિવસો પહેલા તેલંગાણાનો એક કિસ્સો પણ ખૂબ ચર્ચામાં આવ્યો હતો જ્યાં વાત છૂટાછેડા સુધી પણ પહોંચી ન હતી, પરંતુ એક વ્યક્તિએ આખી રાત પોલીસને માત્ર એટલા માટે હેરાન કર્યા કારણ કે તેની પત્નીએ મટન બનાવવાની ના પાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application