બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુ વિરોધી આદેશ જારી કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્રારા જારી કરાયેલા આદેશ અનુસાર અઝાન સમયે હિંદુઓને જોરશોરથી લાઉડસ્પીકર વગાડવા પર અને મોટા અવાજે પૂજા કરવા પર પ્રતિબધં મુકવામાં આવ્યો છે અને જો કોઈ તેમ કરતા પકડાશે તો તુરતં જ ધરપકડ કરવામાં આવશે તેવું ફરમાન જારી કરાયું છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિંદુ સમુદાયો સતત નિશાના હેઠળ છે. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્રારા વધુ એક તુગલકી ફરમાન જારી કરવામાં આવ્યું છે. આ અનુસાર, બાંગ્લાદેશના હિંદુઓ હવે અઝાન દરમિયાન પૂજા કરી શકશે નહીં. અઝાન અને નમાઝ દરમિયાન હિન્દુ સમુદાયના લોકો પર જોરશોરથી ભજન વગાડવા કે સાંભળવા અને લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબધં રહેશે. આ સંદર્ભમાં વચગાળાની સરકારના ગૃહ બાબતોના સલાહકાર અને નિવૃત્ત લેટનન્ટ જનરલ મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ આદેશ જારી કર્યેા છે.
બાંગ્લાદેશના ગૃહ મંત્રાલય દ્રારા જારી કરાયેલા હિંદુ વિરોધી આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરતું જોવા મળશે, તો પોલીસ કોઈપણ વોરટં વિના તેની ધરપકડ કરશે. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદથી ૩૦૦ હિન્દુ પરિવારો અને તેમના ઘરો પર હત્પમલા થયા છે. આ સિવાય ચાર મોટી ઘટનાઓમાં હિંદુઓની મોબ લિંચિંગ થયુ છે. ૧૦ થી વધુ હિન્દુ મંદિરોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી છે.
આ સિવાય અલગ–અલગ જગ્યાએ ૪૯ હિંદુ શિક્ષકો પાસેથી બળજબરીથી રાજીનામા લેવામાં આવ્યા છે. બીજી તરફ હિંદુઓનો નરસંહાર કરનારા આતંકવાદીઓને જેલમાંથી મુકત કરવામાં આવી રહ્યા છે. હવે નવા આદેશ બાદ દુર્ગા પૂજા પંડાલોમાં પૂજા અને લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબધં લાદવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ આંધ્રપ્રદેશમાં 500 સીબીજી પ્લાન્ટ્સ સ્થાપી નવું સીમાચિન્હ સ્થાપશે
April 04, 2025 11:48 AMજામનગર: ધ્રોલના સુમરા ગામના બનાવ અંગે પરિજને વિગતો આપી
April 04, 2025 11:47 AMજામનગરમાં શ્રી હાટકેશ્વર મહાદેવનો દ્વિ-દિવસીય પાટોત્સવનું આયોજન
April 04, 2025 11:45 AMઆ રાશિના લોકોએ આજે નાણાકીય વ્યવહારો ન કરવા જોઈએ, જરૂરી કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે
April 04, 2025 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech