ભાવાભી ખીજડીયામાં મકાન પર દારૂ અંગે દરોડો

  • February 25, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક શખ્સની અટકાયત: સપ્લાયર ફરાર

તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં એક મકાન પર કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડી દારૂ ના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે, જયારે તેને દારૂ નો જથ્થો સપ્લાય કરનાર કાલાવડ તાલુકાના ટોડા ગામના અન્ય એક શખ્સને ફરારી જાહેર કરાયો છે.


કાલાવડ ગ્રામ્ય પોલીસના ઇન્ચાર્જ પીએસઆઇ એચ.બી. વડાવીયા તથા સ્ટાફ પ્રોહી ડ્રાઇવ માટે પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોપાલભાઇ ચાવડાને ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા લગધીરસિંહ વનરાજસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો સંતાડવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરાઈ રહ્યું છે,જે બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી ૧૧ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીને જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે ઇંગ્લિશ દારૂ કબજે કરી લઈ મકાન માલિક લગધીરસિંહ વનરાજસિંહ જાડેજા ની અટકાયત કરી લીધી હતી.


જેની પૂછપરછમાં ઉપરોક્ત દારૂનો જથ્થો કાલાવડ તાલુકાના ટોડા ગામમાં રહેતા મિતરાજસિંહ નામના એક શખ્સે સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ કરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application