દ્વારકાના ધારાસભ્યનું શિવ શિવ : ચાર કરોડની મર્સીડીઝ મેયબેક લઇને જશે વિધાનસભા

  • October 27, 2023 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોતાની વૈભવશાળી લાઇફ સ્ટાઇલ માટે જાણીતા દ્વારકાના ધારાસભ્ય શિવ શિવ એટલે કે પબુભા વિરમભા માણેકે ‚ા. ચાર કરોડની જંગી કિંમતની મર્સીડીઝ મેયબેક કાર ખરીદી છે, જેમાં સ્વાભાવીક રીતે તેઓ ગુજરાત વિધાનસભા ભવનમાં જશે, આમ તો અગાઉ જામનગર-દ્વારકા જીલ્લામાં સાડા સાત કરોડની કિંમતની રોલ્સરોય કાર પણ આવી ચુકી છે, ખાસ કરીને જયારે પણ કોઇ કારના શોખીન કરોડોની કિંમતની કાર ખરીદે ત્યારે સ્વાભાવીક તેની ચર્ચા થતી હોય છે.



પબુભા માણેક વૈભવશાળી પરંતુ સિઘ્ધાંતવાળી લાઇફ જીવવા માટે જાણીતા છે, તેઓ ધારાસભ્ય તરીકેનું પોતાનું વેતન લેતા નથી, આ ઉપરાંત પેટ્રોલ ખર્ચ પણ લેતા નથી, દ્વારકા જીલ્લામાં કદાચ પ્રથમ વખત કોઇએ કરોડોની કિંમતની કાર ખરીદી હોવાની ઘટના બની છે, દશેરાના દિવસે કારની ડીલીવરી લેવામાં આવી હતી.


અત્રે નોંધનીય છે કે, કેટલાક વર્ષ પહેલા જામનગરના જાણીતા લેન્ડ ડેવલોપર મેરામણભાઇ પરમારે ‚ા. સાડા સાત કરોડની કિંમતની સૌરાષ્ટ્રની પ્રથમ રોલ્સરોય કાર ખરીદી હતી ત્યારે પણ કારના શોખીનોમાં ચર્ચા જાગી હતી, ત્યારે હવે દ્વારકાના ધારાસભ્યએ કારની દુનિયામાં શિવ શિવ કરીને કરોડોની કાર ખરીદી છે, આખા ઓખામંડળ પંથકમાં આ કાર જોવા માટે આકર્ષણ જાગ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application