ધોરાજીના ભુખી નજીક ભાદર-૨ ડેમના છથી સાત દરવાજાઓ લીકેજ, તંત્રની ઘોર બેદરકારી આવી સામે

  • August 29, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીથી ઉપલેટા માણાવદર કુતિયાણા સહિત પોરબંદર સુધીના ૬૮થી પણ વધારે ગામોને સિંચાઈ પિયત પાણી પુરુ પાડતો ભાદર બે ડેમ જે ધોરાજીના ભુખી ગામ નજીક આવેલ ભાદર બે ડેમ છે સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે ત્રણ રાઉન્ડમા સારો વરસાદ પડયો હતો ત્યારે ખેડૂતોએ નવુ વાવેતર કરી નાખ્યુ હતુ અને હવે મેઘરાજા રિસાઈ ગયા હોય તેમ હાલ ધરતીપુત્રોને હવે મહામુલો પાકને જો બચાવી શકે તેમ હોય ફકત વરસાદ અને છલ્લોછલ ભરેલ ચેક ડેમો કે પછી ડેમો ત્યારે વરસાદ નહી પડતા હવે કૃત્રિમ રીતે પુરુ પડતા ડેમોના પાણીની વાત કરીએ તો ધોરાજીના ભાદર બે ડેમની તો હાલ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયેલ છે પણ હાલ તંત્રની અણઆવડત અને ઘોર બેદરકારી લઈને આ ભાદર બે ડેમના અંદાજે છ થી સાત દરવાજાઓ નાના મોટી ખામીઓને લઈને દરવાજાઓ લીકેજ જોવા મળેલ અને આ દરવાજાઓ લીકેજ હોય તેને લઇને રોજનુ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહયો છે. ધોરાજીથી પોરબંદર સુધીના ૬૮ ગામોને સિંચાઈનુ પાણી જો આપવામા આવેતો ખેડૂતોને પાકમાં ફાયદો થાય તેમ છે પણ દરવાજાઓ લીકેજ હોવાથી ખેડૂતો માટે ચિંતાજનક બાબત છે આ ભાદર બે ડેમ ના દરવાજાઓ લીકેજ હોય ત્યારે ધોરાજી ઉપલેટા વિસ્તાર પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પણ આ બાબતે તંત્ર તથા રાજ્ય સરકારને અનેક વખત રજુઆત કરેલ પણ નિંભર તંત્ર કોઈ લીકેજ દરવાજાઓની મરામત કરવામાં આવેલ નથી જો આ લીકેજ તાત્કાલિક બંધ કરવામા નહી આવે તો જ્યારે વરસાદ નહી પડે ત્યારે જો પીવાનુ તથા સિંચાઈ નુ પાણી આપવામા ખેચ પડશે તેવુ લલિતભાઈ વસોયાએ જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application