જામનગરમાં ઇન્ટરનેટ ડીવાઇસ ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી

  • February 02, 2023 08:22 PM 

જામનગર શહેરના પંચેશ્ર્વર ટાવર પાસે આવેલ ઇન્દ્રપ્રસ્થ બિલ્ડીંગની છત પર બે દિવસ પહેલા ડીવાઇસની ચોરી થઇ હતી, જેનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે, બે શખ્સને મુદામાલ સાથે પકડી લઇ પુછપરછ કરતા ચાર મહિના પહેલા પણ ઇન્દ્રપ્રસ્થની છત પરથી ડીવાઇસ ચોરીની કબુલાત આપી હતી.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ ચોરીના વણશોધાયેલ કેસો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય, જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીતથા એલસીબી પીએસઆઇ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.





દરમ્યાનમાં સ્ટાફના સંજયસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા દિલીપભાઇ તલવાડીયાને મળેલ હકિકત આધારે જામનગર લાલવાડી નવા આવાસ પાસે વીંગ બ્લોક નં. ૪૦૩માં રહેતા ઇમરાન કાસમ સુમરાના મકાનમાં ચોરાઉ ઇન્ટરનેટ ડીવાઇસ રાખેલ હોવાની બાતમી આધારે દરોડો પાડતા ફલેટમાંથી ડીવાઇસના સ્પેરપાર્ટ કબ્જે કર્યા હતા.


ઉપરાંત ચોરીનો મુદામાલ ધ્રોલ સુપરમાર્કેટમાં આવેલ ટેક ટુ મી ઇન્ટરનેટ નામની દુકાન ધરાવતા ચિરાગ નરેશ પુજારાને વહેચેલ હોય જેથી દુકાનમાંથી ક્ધવર્ટર નંગ ૬ તથા ૩ સ્વીચ, બે બોર્ડ સહિતનો મુદામાલ બંને પાસેથી સીઆરપીસી ૧૦૨ મુજબ કબ્જે કર્યો હતો, ચોરી કરનાર તથા ચોરીનો માલ રાખનાર વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


ઇમરાન કાસમ સુમરાની પુછપરછ દરમ્યાન બે દિવસ પહેલા જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષની અગાસી પરથી તેમજ શહેરના અલગ અલગ જગ્યાએ ઇન્ટરનેટ ડીવાઇસ ચોરી કર્યાનું જણાવ્યુ હતું, તેમજ ઇમરાને ચારેક મહિના પહેલા પણ ઇન્દ્રપ્રસ્થની છત પર ફીટ કરેલ જીટીપીએલ કંપનીનું ઓએલટી ડીવાઇસ ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કાર્યવાહી એલસીબી દ્વારા કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application