મોરાર સાહેબના ખંભાલીડા ગામેથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ- ૭૨ તથા બીયર ટીન નંગ- ૨૮ કુલ રૂ.૩૧,૬૦૦ ના મુદામાલ પકડી પાડતી LCB

  • January 18, 2023 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર એલ.સી.બી. સ્ટાફના યશપાલસિંહ જાડેજા તથા ભગીરથસિંહ સરવૈયા તથા અજયસિંહ ઝાલાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર તાલુકાના મોરાર સાહેબના ખંભાલીડા ગામની સીમમાંથી



આરોપી કુલદીપસિંહ ઉર્ફે રવી નીરૂભા જાડેજા ના કબજાની વાડી માંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૭૨ કિ.રૂ.૨૮,૮૦૦/- બીયર ટીન નંગ-૨૮, કિ.રૂ.૨૮૦૦ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩૧,૬૦૦/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર વિરૂધ્ધ હીતેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા

પો.હેઙ.કોન્સ. યશપાલસિંહ જાડેજાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર આરોપી સહદેવસિંહ ગૌતમસિંહ ઝાલા વાળાઓ ને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application