હીરાસર એરપોર્ટની ટેકનિકલ કામગીરી માટે કેલિબ્રેશન ફલાઈટનું લેન્ડિંગ

  • February 04, 2023 11:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડીવીઆરઓ સીસ્ટમને કેલિબ્રેશન કરવા એરપોર્ટ ઓથોરિટિના ચાર્ટર્ડ પ્લેનમાં ટીમનું આગમન, એટીસી ઈન્ચાર્જ તરીકે ઈશ્ર્વરચંદે ચાર્જ સંભાળ્યો: બે કેપ્ટન અને આસિ.જનરલ મેનેજર સાથે ટીમ રાયપુરથી આવી પહોંચી



ઈન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ હવે ટુંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે તે પુર્વે આજે એરપોર્ટ ઓથોરીટીના ખાસ પ્લેન દ્રારા કેલીબ્રેશન માટે ટીમ આવી રહી છે. ગત સાહે હીરાસર એટીસી ઈન્ચાર્જ તરીકેનો ચાર્જ ઈશ્ર્વરચંદે સંભાળ્યા બાદ એર ટ્રાફીક કંટ્રોલની કામગીરીએ ઝડપ પકડી છે. આજે ખાસ કેલીબ્રેશન ફલાઈટ હીરાસરમાં ઈન્સ્ટુમેન્ટલના કેલીબ્રેશન માટે આવી રહી છે. જો કે, આ ફલાઈટ ૨૦–જાન્યુઆરીના આસપાસ આવવાની હતી પરંતુ ટેકનીકલ કારણોસર આ કામગીરી ૧૫ દિવસ પાછી ઠેલાઈ હતી.





આજે સાંજે એરપોર્ટ ઓથોરીટીના ખાસ કેલીબ્રેશન વિમાનમાં આ ટીમ આવી પહોંચશે. ત્યાર બાદ ટેકનીકલ ટીમ દ્રારા હીરાસર એરપોર્ટમાં ડીવીઓઆરનું કેલીબ્રેશન કામ કરશે. આ ટીમ બે દિવસનું રોકાણ કરીને કેલીબ્રેશનનું કામ પુર્ણ કરશે. આજે કેલિબ્રેશન ફલાઇટને લઇને બે પાયલોટ સાથે આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને મેનેજર સાથે આખી ટીમ આવશે. જેમાં કેપ્ટન અનુપ કચરુ અને કો–પાયલોટ શકિતસિંહ એરપોર્ટ ઓથોરિટીના આ ખાસ વિમાનમાં લેન્ડિંગ કરશે. જેમની સાથે આસિસ્ટન્ટ જનરલ મેનેજર એલ.એન.પ્રસાદ અને હરદિપસિંહ કેલિબ્રેશનમાં જોડાશે.





એરપોર્ટ ઓથોરીટીના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર આ  ટીમ દ્રારા બની રહેલા એરપોર્ટ પર તમામ ઈન્સ્ટમેન્ટલની ટેકનીકલ કામગીરી ટુંક સમયમાં પુર્ણ થયા બાદ ટ્રાયલ ફલાઈટનું લેન્ડીંગ થશે. આ દરમિયાન મળતી વિગતો અનુસાર હીરાસર એરપોર્ટ પર કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને ટેકનીકલ કામગીરી અંતિમ તબકકામાં છે.





જયારે હીરાસર એરપોર્ટ નજીક એપ્રોચ રોડ બનાવવા માટે અડચણરૂપ બનેલ ગામમાં અમુક મકાન ખાલી કરાવવાના બાકી હતા. આ કામગીરી માટે રાય સરકાર દ્રારા મકાન તોડી પાડવાનું અને જે લોકોને વળતર બાકી હતું તે લોકોને વળતર ચુકવી દેવાતા આ મહિનાના અંતમાં સ્થળાંતર થઈ જશે અને પવનચકકી ખોલવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. તેમજ એરપોર્ટમાં એક બાઉન્ડ્રી વોલ બનાવવા માટે જમીન સંપાદનનો પ્રશ્ન ઉભો થયો હતો તેનો ઉકેલ આવી જતાં દિવાલ પણ હવે બની ગઈ છે. ટેકનીકલ કામગીરી પુર્ણ થતાની સાથે જ ડીજીસીએની ટીમ લાયસન્સ માટે ચેકીંગમાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application