ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા ખેડૂત અગાઉ જીઈબીમાં કોન્ટ્રાકટ રાખતા હોય તે સમયે પૈસાની જરિયાત પડતા ગામમાં જ રહેતા શખસ પાસેથી ૬ લાખ વ્યાજે લીધા હતા. જેના બદલામાં પિયા ૨૮ લાખ ચૂકવી દીધા હોવા છતાં આ શખસ વધુ ૪ લાખની માંગણી કરી ગર્ભિત ધમકીઓ આપતો હોય ખેડૂતે પોલીસના લોક દરબારમાં આ બાબતે રજૂઆત કરી હતી. જેથી ગોંડલ તાલુકા પોલીસે તાકીદે ગુનો નોંધી વ્યાજખોર શખસને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા બટુકભાઈ નાનજીભાઈ જેતાણી (ઉ.વ ૬૭) દ્રારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વાછરા ગામે રહેતા કાળુ ધનાભાઈ ભુંડિયાનું નામ આપ્યું છે.
ખેડૂતે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હાલ ખેતીકામ કરે છે અગાઉ વર્ષ ૨૦૧૬માં તેમણે જીઇબીનો કોન્ટ્રાકટ રાખ્યો હોય તેમાં પૈસાનું રોકાણ કયુ હતુ. પરંતુ બિલ મંજૂર થવામાં વાર લાગતા આર્થિક સ્થિતિ નબળી હોય જેથી તેમણે ગામમાં જ રહેતા કાળુ ભુંડીયાને વ્યાજે પૈસા આપવાની વાત કરતા તેણે પ્રથમ પિયા બે લાખ બાદમાં વધુ પિયા ચાર લાખ મળી કુલ . ૬ લાખ વ્યાજે આપ્યા હતા. જેનું ફરિયાદી મહિને પિયા ૭૨,૦૦૦ વ્યાજ ચૂકવતા હતા. પાંચ વર્ષ સુધી આ વ્યાજની રકમ ભરી હતી અને કુલ પિયા ૨૮ લાખ ફરિયાદીએ ચૂકવી દીધા હતા.
દરમિયાન પખવાડિયા પૂર્વે ફરિયાદીના પુત્ર વિશાલને વાછરા ગામમાં ખરેડા રોડ પર આરોપી કાળુ ભૂંડિયા મળ્યો હતો અને તેણે કહ્યું હતું કે, તારા પિતાજીએ હજુ સુધી વ્યાજ આપ્યું નથી અને હજુ તમારે પિયા ચાર લાખ આપવાના છે. તેમ કહી ધાક– ધમકી આપવા લાગ્યો હતો અને કહેતો હતો કે, હત્પં એક કામમાં છું જે પૂં થયા પછી તેને જોઈ લઈશ આમ તેણે ગર્ભિત ધમકીઓ આપી હતી.
બીજી તરફ વ્યાજખોરીના બનાવોને ડામવા માટે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સૂચના હેઠળ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.રાવના માર્ગદર્શન હેઠળ વ્યાજખોરી અંગેનો લોક દરબાર યોજાયો હોય જેમાં ખેડૂતે પોતાની આ ફરિયાદ જણાવતા આ મામલે ગોંડલ તાલુકા પોલીસે તાકીદે ગુનો નોંધ્યો હતો.તાલુકા પોલીસની ટીમે આરોપી કાળુ ધનાભાઈ ભુંડિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાથોસાથ પોલીસે લોકો સમક્ષ એવી અપીલ પણ કરી છે કે, હાલમાં ઝડપાયેલા આરોપી તથા અન્ય કોઈપણ શખસ સામે વ્યાજખોરી અંગે ફરિયાદ હોય તો તુરતં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMahaKumbh 2025: જો મહાકુંભમાં જઈ રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખીને યાત્રા બનાવો સરળ અને સુરક્ષિત
January 13, 2025 01:09 PMજામનગર : વિભાપર ગામના ખેડૂતને વ્યાજના વિષચક્રમાં ફસાવતા કુખ્યાત જાડેજા બંધુઓની અટકાયત
January 13, 2025 01:03 PMશિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી
January 13, 2025 12:58 PMજામનગરના અંબર ચોકડી નજીક કપડાની દુકાનમાં અચાનક લાગી આગ
January 13, 2025 12:46 PMહવે ગોલ્ડન ફેશિયલ માટે પાર્લરમાં જવાની જરૂર નહી પડે, 1 અઠવાડિયામાં ઘરે બેઠા જ મેળવો સોનેરી ચમક
January 13, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech