શહેર અને હાઇવે પર વાહનોમાં કંપની ફિટિંગ લાઇટને મોડીફાઇ કરી વધારે પ્રકાશ ફેંકતી ગેરકાયદેસર એલઇડી બીમ લાઈટ ફિટ કરીને નીકળતા ચાલકો સામે આરટીઓ અને ટ્રાફિક પોલીસે ધોંસ બોલાવી છે. છેલ્લા દશ દિવસમાં કાલાવાડ રોડ, ગોંડલ રોડ, ઘંટેશ્વર વિસ્તાર રોડ, માલિયાસણ રોડ ઉપર રાત્રીના સ્પેશિયલ ડ્રાઈવ યોજી ૧૬૪ વાહન ચાલકોને ૪,૩૭,૨૭૦નો દડં ફટકારવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી ઓટો મોબાઇલ્સ કંપનીઓ દ્રારા નવા વાહનમાં ચોક્કસ માપદડં સાથેની વ્હાઇટ હેડ લાઈટ ફિટ કરવામાં આવે છે પરંતુ લોકો તેનો ગેરફાયદો ઉઠાવી કંપનીની વ્હાઇટ લાઈટને કાઢીને બજારમાં મળતી હાઇવોટની વધુ પ્રકાશ ફેંકતી ચાઈનીઝ મેન્યુફેકચરીંગની વ્હાઇટ એલઇડી પ્રકારની લાઈટ ફિટ કરી રોડ ઉપર ધોળો દિવસ પાથરી રહ્યા છે. જેના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાવાથી સતત અકસ્માતનો ભય રહે છે. ખાસ કરીને નંબરના ચશ્મા પહેરતા લોકો અને સિનિયર સીટીઝનને વાહન ઉભું રાખી દેવું પડે એ હદે સ્થિતિ સર્જાય છે. એમ છતાં બંબાટ ઝડપે ફલ લાઈટ સાથે વાહન હંકારી રહ્યા છે. એવી જનતાની વ્યાપક ફરિયાદોને ધ્યાને લઇ આજકાલ દ્રારા વ્હાઇટ એલઇડીથી આંખો આંજતા વાહન ચાલકો અને તેનું વેંચાણ કરનારાઓ સામે આરટીઓ અને પોલીસ કાર્યવાહી કરે એ માટેની ઝુંબેશ શ કરવામાં આવી હતી. જેમાં લોકોએ એલઇડી વ્હાઇટ લાઈટ સાથે નીકળતા વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ તેમ સુર પુરાવ્યો હતો. બાદમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્રારા વખતો વખત ચેકીંગ અને સ્પેશિયલ ડ્રાઈવ યોજી ગેરકાયદેસર એલઇડી લાઈટ ફિટ કરી નીકળેલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી શ કરી હતી અને જે હજુએ ચાલી રહી છે.
રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ઇન્સ્પેકટરની ટીમ અને ટ્રાફિક પોલીસ દ્રારા સંયુકત રીતે છેલ્લા દશ દિવસમાં કાલાવાડ રોડ, ગોંડલ રોડ, ઘંટેશ્વર વિસ્તાર રોડ, માલિયાસણ રોડ ઉપર રાત્રીના સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી દરમિયાન વ્હાઇટ એલઇડી લાઈટ સાથે નીકળેલા ૧૬૪ જેટલા નાના મોટા વાહનોને રોકી દડં વસુલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી સતત ચાલુ રહેશે તેમ પણ આરટીઓ ખપેડએ જણાવ્યું હતું
કંપની દ્રારા આપવામાં આવતી વ્હાઇટ લાઇટ સરકાર માન્ય
કેટલાક લોકોના મનમાં એવા પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે કે, હવે તો નવા વાહનમાં કંપની જ વ્હાઇટ હેડ લાઈટ ફિટિંગ સાથે આપી રહી છે. ત્યારે અહીં એ જણાવવાનું કે, કંપની દ્રારા જે કોઈ વાહન ઓન રોડ પર મુકવામાં આવે છે એ પૂર્વે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી દ્રારા સેન્ટ્રલ મોટર વ્હીકલ એકટ ૧૨૬ મુજબ વેરીફાઈ કરવામાં આવતું હોઈ છે. કંપની ફિટિંગ હેડ લાઈટમાં હાઈ બીમ અને લો બીમને ધ્યાનમાં રાખી હેડ લાઇટનો પ્રકાશ રોડ તરફ નીચેની સાઈડમાં પડે અને ડીપ્લેકશન ન થાય એ પ્રકારના ચોક્કસ મેજરમેન્ટને ધ્યાનમાં રાખવામાં આવે છે. જયારે બજારમાં મળતી વ્હાઇટ એલઇડી લાઈટ અલગથી ફિટ કરાવવામાં આવે છે જે માત્ર વધુ પ્રકાશ ફેંકવા સિવાય કોઈ પણ જાતના મેઝરમેન્ટ હોતા નથી આથી તે રોડ સેફટીના નિયમ વિદ્ધ હોવાનું અને આવી લાઈટ ફિટ કરનાર વાહન ચાલકો પાસેથી .૧૦૦૦ થી ૫૦૦૦ સુધીનો દડં તેમજ વાહન ડિટેઇન કરવા સુધીની કાર્યવાહી થઇ શકે છે.
પોલીસ વેચનાર સામે પણ કાર્યવાહી કરે
પોલીસ અને આરટીઓ દ્રારા વાહનમાં બ્લેક ફિલ્મ લગાવવા લગાવનાર ચાલકોની ફિલ્મ દૂર કરવાની સાથે દડં ફટકારવામાં આવે છે સાથે સાથે પોલીસ દ્રારા સમયાંતરે ઓટો મોબાઇલ્સની દુકાનોમાં બ્લેક ફિલ્મ વેચવામાં આવે છે કે કેમ તે અંગેનું ચેકીંગ હાથ ધરી બ્લેક ફિલ્મ વેંચતા દુકાનદારો સામે કેસ કરી કાર્યવાહી કરવામાં આવે છે. એજ રીતે પોલીસ અને આરટીઓ તત્રં સંયુકત રીતે ગોંડલ રોડ સહિતની ઓટોમોબાઇલ્સની દુકાનોમાં એલઇડી વ્હાઇટ લાઈટ અંગે પણ ચેકીંગ કરી કાર્યવાહી કરવામાં આવે તો મોટી રોક લગાવી શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહાકુંભની આગ આવી કાબુમાં, 250 તંબૂઓ થયા ભસ્મ, સિલિન્ડર બ્લાસ્ટ હતું કારણ
January 19, 2025 07:10 PMજુઓ પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત કઈ રીતે ઉજવાયો ચોપાટીનો બર્થ ડે
January 19, 2025 05:55 PMરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો
January 19, 2025 05:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech