10 લાખના ઉઘરાણા પ્રકરણનો વિડીયો વાયરલ થતાં પીજીવીસીએલના ધ્રોલના આસી. ડે.ઇજનેર સસ્પેન્ડ

  • March 11, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેટ ઓફીસમાંથી તાત્કાલીક ધ્રોલના બે ઇજનેર કે.એન.આહીરને સસ્પેન્ડ કરી સુરેન્દ્રનગર મોકલાયા: ભારે ચકચાર


કોરોના કાળમાં ચાલુ ફરજ દરમ્‌યાન મૃત્યુ પામનાર 48 કર્મચારીઓને સહાય આપવાનું નકકી થયા બાદ કોર્પોરેટ કચેરીના એચઆર વિભાગના આસી.સેક્રેટરી અને ધ્રોલના ડીવીઝનલ ડે.ઇજનેર દ્વારા ા.10 લાખના ઉઘરાણા પ્રકરણનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ આ બંને અધિકારીઓને પીજીવીસીએલની વડી કચેરીના અધિકારી દ્વારા સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે.


આ અંગેની વિગત એવી છે કે, કોરોના કાળમાં જે કર્મચારી મૃત્‌યુ પામ્યા હોય તેમના પરીવારને ા.25 લાખની સહાય ચુકવવા જાહેરાત કરવામાં આવી હતી, કેટલાક કર્મચારીઓના સગા-વ્હાલાઓએ સહાય ન મળતા રાજયના ઉર્જા મંત્રીને જાણ કરાઇ હતી, 48 કર્મચારીઓને ા.14 કરોડની સહાય અંગે જાહેરાત કરાયા બાદ કોર્પોરેટ ઓફીસ અને ધ્રોલના સબ ડીવીઝનના અધિકારી વચ્ચે વાતચીત થયાની વાત સોશ્યલ મીડીયામાં વિડીયો દ્વારા પ્રસારીત થઇ હતી, એચઆર વિભાગના આસી.સેક્રેટરી પેશ મોદીની અંજાર અને ધ્રોલ સબ ડીવીઝનના ડે.ઇજનેર કે.એન.આહીર (મીયાત્રા)ને સસ્પેન્ડ કરીને તેમને સુરેન્દ્રનગર ખાતે મુકી દેવામાં આવ્યા છે. આ પ્રકરણે પીજીવીસીએલમાં ભારે ચકચાર જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application