ભાવનગર : કુંભારવાડા દસનાળા ગાય આડી ઉતરતા કાર પલટી જતાં દંપતિ થયું ખંડિત

  • September 28, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

અમદાવાદ થી કાર લઈને ભાવનગર આવી રહેલા દંપતિ ને નડ્યો અકસ્માત પત્નીનું મોત


ભાવનગર શહેરના નવા પરા વિસ્તાર ખાતે રહેતા પતિ પત્ની પોતાની કાર લઈને અમદાવાદથી પરત પોતાના ઘરે મોડીરાત્રીના સમયે આવી રહ્યા હતા તે દરમિયાન કુંભારવાડા દસનાળા નજીક ગાય આડી ઉતરતા કાર અચાનક પલટી ખાઈ ગઈ હતી અને નાળામાં ખાબકી હતી. કારમાં સવાર પતિ પત્નીને ગાભિર હાલતે સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પત્નીનું મોત નીપજ્યું હતું


ભાવનગર શહેરના નવાપરા વિસ્તાર ખાતે આવેલ ઘોઘાની નાની સડક વિસ્તાર ખાતે રહેતા હમીદભાઇ યુનુસભાઈ ડેરૈયા અને તેમના પત્ની હુસનાબેન કાર લઇ લઇ મોડી રાત્રીના સમયે અમદાવાદ થી ભાવનગર પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ દસનાળા નજીક કાર આડે ગાય આવી જતા આખીએ કાર પલટી મારી ગઈ હતી અને કાર નાળામાં ગબડી ગઈ હતી કારમાં સવાર પતિ પત્નીને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પત્ની હુસના બેન નું મોત નિપજ્યું હતું.જ્યારે પતિ હમીદભાઈની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહીછે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application