કોટડા સાંગાણી ચાર કલાકમાં ૬ ઈંચ, ઉપલેટા, ખંભાળિયા અબડાસામાં ૫ થી ૬ ઈંચ વરસાદ

  • July 10, 2023 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર્ર કચ્છના કુલ ૯૦માંથી ૮૧ તાલુકામાં હળવા–ભારે ઝાપટાંથી માંડીને અનરાધાર મેઘવર્ષા
વંથલી, ગોંડલ, માંગરોળ, બરવાળા, ગઢડા કેશોદ, રાજકોટ, ચોટીલા, રાપરમાં ત્રણથી સાડા ત્રણ ઈંચ, જૂનાગઢ, ભાણવડ, જામ કંડોરણા, ધોરાજી, જસદણ, મોરબી, ચુડા, વઢવાણ સહિતના વિસ્તારોમાં બેથી અઢી ઈંચ વરસાદ




આ વર્ષનું ચોમાસુ સાનુકૂળ હોય તેમ શઆતથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, સૌરાષ્ટ્ર્ર કચ્છમાં આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ૮૧ જેટલા તાલુકામાં હળવા ભારે ઝાપટાથી માંડીને ૬ ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે, જેમાં કોટડા સાંગાણીમાં ગઈકાલે સાંજે ચાર કલાકમાં છ ઈંચ, અબડાસા સાડા પાંચ ઈંચ, ઉપલેટા, ખંભાળિયા પાંચ ઈંચ યારે વંથલી બરવાળા કેશોદ, રાજકોટ, ગઢડા સ્વામીના, ગોંડલ, રાપર પંથકમાં ત્રણ થી સમાચાર ઈંચ વરસાદ પડી જવા પામ્યો હતો. દરમિયાન આજે સવારે પણ જામનગરના માળિયા હાટીના ગીર સોમનાથના સુત્રાપાડા ઉના અમરેલીના જાફરાબાદ વગેરે વિસ્તારોમાં પણ વરસાદ શ થયો છે.





સૌરાષ્ટ્ર્ર કચ્છના બાર જિલ્લામાં આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ખાતે ચાર કલાકમાં છ ઈંચ ઉપરાંત ઉપલેટામાં પાંચ ઈંચ ગોંડલ અને રાજકોટ ત્રણ થી સાડા ત્રણ ઈંચ  જામકંડોરણા ધોરાજી અને જસદણમાં બે થી અઢી ઈંચ લોધિકા દોઢ વિછીયા પોણો ઈંચ અને પડધરીમાં ઝાપટા પડા હતા.





કચ્છના અબડાસામાં સાડા પાંચ ઈંચ અને રાપરમાં ત્રણ ઈંચ ઉપરાંત ભુજ ગાંધીધામ અને નખત્રાણામાં એક થી પોણા બે ઈંચ તેમજ ભચાઉ અંજાર અને મુન્દ્રામાં અડધોથી પોણો ઈંચ વરસાદ પડો હતો. દેવભૂમિ દ્રારકાના ખંભાળિયામાં પાંચ ઈંચ ભાણવડમાં સવા બે ઈંચ અને કલ્યાણપુર દ્રારકામાં અડધો અડધો ઈંચ વરસાદ પડો હતો.





જુનાગઢ જિલ્લામાં વંથલીમાં સવા ચાર ઈંચ, કેશોદ અને માંગરોળમાં ત્રણથી સાડા ત્રણ ઈંચ, માળીયાહાટીના, જુનાગઢ, મેંદરડા અને વિસાવદરમાં બે થી ત્રણ ઈંચ તેમજ ભેસાણ અને માણાવદરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લામાં બરવાળા અને ગઢડા સાડાત્રણ ઈંચ, બોટાદ અને રાણપુરમાં અડધોથી દોઢ ઈંચ વરસાદ પડો હતો.





સુરેન્દ્રનગરના ચોટીલામાં સાડા ત્રણ ઈંચ, ચુડા, વઢવાણ, દસાડા, ધાંગધ્રા, લખતરમાં દોઢથી બે ઈંચ મુળી, લીમડી, થાન અને સાયલામાં ઝાપટાથી માંડીને પણ જ વરસાદ પડી ગયો હતો. જામનગર શહેર, લાલપુર, કાલાવડ, જામજોધપુરમાં દોઢથી પોણા બે ઈંચ, ધ્રોલ જોડિયામાં ઝાપટા વસ્યા હતા, પોરબંદર, કુતિયાણા, રાણાવાવ પંથકમાં પોણોથી પોણા બે ઈંચ, મોરબી શહેરમાં સવા બે ઈંચ, હળવદ, ટંકારામાં એક થી દોઢ ઈંચ તેમજ વાંકાનેર અને માળિયા મીયાણામાં અડધોથી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.




ગીર સોમનાથના તાલાલા, વેરાવળ, સુત્રાપાડા એક થી દોઢ ઈંચ, ઉના અને કોડીનાર પંથકમાં ઝાપટા થઈને માંડીને અડધો ઈંચ ભાવનગરના વલભીપુર, ઉમરાળા પંથકમાં એક થી દોઢ ઈંચ, તળાજા, ભાવનગરમાં અડધો થી પોણો ઈંચ યારે ગારીયાધાર, જેસર, મહત્પવા, પાલીતાણા પંથકમાં ઝાપટા વરસ્યા હતા. અમરેલી જિલ્લામાં ખાંભા, બગસરા, વડીયામાં એકથી સવા ઈંચ, ધારી, અમરેલી, બાબરા, લાઠી અને રાજુલા પંથકમાં અડધોથી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર્ર કચ્છમાં કુલ ૯૦ તાલુકાઓ પૈકી કચ્છ, અમરેલી અને ભાવનગરના ગણ્યાગાઠયા વિસ્તારોને બાદ કરતા સાર્વત્રિક મેઘ સવારી જોવા મળી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application