જાણો પ્રભાસની આગામી ફિલ્મ અને નવા અવતાર વિશે શું કહ્યું ડિરેકટર મારુતિએ?

  • December 30, 2023 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાહુબલી બાદ પ્રભાસની સાલારે વિશ્વભરમાં ધૂમ મચાવી અને દર્શકોની અપેક્ષા પર આ ફિલ્મ ખરી ઉતરી. ત્યારે સાઉથના સુપરસ્ટાર પ્રભાસ ફરી એક વખત ગર્જના કરવાની તૈયારીમાં છે. જીહા, એક અહેવાલ પ્રમાણે તે ડિરેકટર મારુતિની આગામી ફિલ્મમાં જોવા મળશે અને આ ફિલ્મમાં પ્રભાસને નવા જ અવતારમાં રજૂ કરવામાં આવશે.
​​​​​​​

કહેવાય છે કે પ્રભાસનો આ નવો અવતાર ચોંકાવી મૂકે તેવો હશે. આપને જણાવી દઇએ કે શુક્રવારે નિર્દેશક મારુતિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે પ્રભાસને નવા જ અવતારમાં રજૂ કરવામાં આવશે તેમ કહી પ્રભાસના નવા અવતાર માટે તે પોસ્ટમાં પોટ્રેટ પણ શેર કર્યું હતું. જો કે પ્રભાસનું આ પોટ્રેટ પ્રી-લૂક પોસ્ટરના સ્વરૂપમાં ચીડવવા માટે શેર કરવામાં આવ્યું છે.
​​​​​​​

નિર્દેશક મારુતિએ સોશિયલ મીડિયા પર તેમના પ્રોજેક્ટ અંગેની માહિતી શેર કરતી વેળા ખુશી પણ વ્યક્ત કરી હતી. સાથે જ તેઓ આ માટે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તેમ પણ જણાવ્યું હતું. જો કે પ્રભાસ અભિનીત આગામી ફિલ્મ વિશે કોઈ નક્કર માહિતી આપવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application