શિવસેના ઉદ્ધવ જૂથ અને શિવસેના શિંદે જૂથ વચ્ચેની લડાઈમાં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તરફેણમાં પરિણામ જાહેર કર્યું છે. તેમણે નિર્ણયમાં જણાવ્યું કહ્યું કે એકનાથ શિંદેની પાર્ટી જ અસલી શિવસેના છે. વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણય બાદ એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રહેશે તે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે નાર્વેકરે ઉદ્ધવ ઠાકરેની ગેરલાયકાતની અરજી ફગાવી છે. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે સીએમ એકનાથ શિંદેની પાર્ટી પાસે બહુમતી છે. આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો પડ્યો છે. હવે ઠાકરે જૂથની ખરી કાનૂની લડાઈ ફરી શરૂ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના નિર્ણય વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો સમજવી જરૂરી બની રહે છે. જે આ મુજબ છે.
શિંદે જૂથ વાસ્તવિક શિવસેના
વિધાનસભા અધ્યક્ષે નિર્ણયમાં કહ્યું કે શિવસેના પાસે 55 ધારાસભ્યો છે, જેમાંથી 37 ધારાસભ્યો એકનાથ શિંદેની સાથે છે. ચૂંટણી પંચે તેને મંજૂરી આપી દીધી છે. તેથી શિંદે જૂથ જ વાસ્તવમાં શિવસેના છે. ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ શિંદે જૂથની શિવસેના વાસ્તવિક છે. 21 જૂન 2022ના શિવસેનામાં ભાગલા પડ્યા હતા. શિવસેનામાં 2013 અને 2018માં કોઈ આંતરિક ચૂંટણી થઈ નથી. બંને જૂથો દાવો કરી રહ્યા છે કે તેઓ જ વાસ્તવમાં શિવસેના છે. પણ એવું સામે આવ્યું છે કે ચૂંટણી પંચે શિંદે જૂથને શિવસેના તરીકે માન્યતા આપી છે.
શિવસેનાનું 1999નું બંધારણ માન્ય
સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે શિવસેનાનું 1999નું બંધારણ સાચું અને માન્ય છે. ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ શિંદે જૂથ જ અસલી શિવસેના છે. આથી, ચૂંટણી પંચના નિર્ણયને ધ્યાનમાં રાખ્યો છે. ચૂંટણી પંચના રેકોર્ડની બહાર જઈ શકાતું નથી. ઉદ્ધવ જૂથની દલીલમાં કોઈ યોગ્યતા નથી. શિવસેના પ્રમુખ પાસે એકનાથ શિંદેને નેતા પદેથી બરતરફ કરવાની સત્તા નથી. ઉદ્ધવ ઠાકરેએ આ સંબંધમાં કારોબારીની બેઠક બોલાવી નથી તેઓ એકલા કોઈ નિર્ણય લઈ શકતા નથી.
ઉદ્ધવ ઠાકરેનો બંધારણમાં સુધારો યોગ્ય નથી
રાહુલ નાર્વેકરે સીએમ શિંદે દ્વારા કરવામાં આવેલા બંધારણીય સુધારાને માન્યતા આપી હતી. રાહુલ નાર્વેકરે કહ્યું છે કે 2018માં ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવેલ બંધારણીય સુધારો અયોગ્ય હતો. તેમણે 1999માં બંધારણમાં કરાયેલા ફેરફારોને પણ યોગ્ય ઠેરવ્યા હતા. તેથી, તે સમયની ઘટના વાજબી છે, પરંતુ 2018માં કરાયેલા ફેરફારો માન્ય નથી. રાહુલ નાર્વેકરે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો કોઈ અધિકાર નથી.
માત્ર બહુમતીથી લેવાયેલ નિર્ણય જ માન્ય
વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે પાર્ટીના વડા એકલા નિર્ણયો લઈ શકતા નથી. ઉદ્ધવ ઠાકરેને રાષ્ટ્રીય કાર્યકારિણીનું સમર્થન મળ્યું નથી. પક્ષના વડા પણ બહુમતી વિના કોઈને પક્ષમાંથી કાઢી શકતા નથી. શિવસેના પક્ષ પ્રમુખ જૂથ નેતાને પદ પરથી હટાવી શકે નહીં. જો આમ થશે તો પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ પાર્ટીના નેતા વિરુદ્ધ બોલી શકશે નહીં. પક્ષના વડાને વધુ પડતી સત્તા આપવી એ લોકશાહી માટે સારું નથી, અન્યથા પક્ષમાં નાના તત્વો કંઈ બોલી શકશે નહીં.
વાસ્તવિક ચીફ વ્હીપનો મુદ્દો
વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે ચૂંટણી પંચને 1999માં બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે. તેથી, તે સમયની ઘટના યોગ્ય છે, પરંતુ 2018માં કરાયેલા ફેરફારો માન્ય નથી. એવો દાવો કરવામાં આવ્યો છે કે શિવસેના પક્ષ પ્રમુખનું પદ 2018માં બનાવવામાં આવ્યું હતું. પરંતુ મહત્વનું પદ શિવસેના પ્રમુખનું હતું. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં 19 સભ્યોમાંથી 14 સભ્યો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાંથી ચૂંટવાના હતા, જ્યારે 5ને શિવસેના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2018ના પક્ષના માળખામાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તે શિવસેનાના બંધારણ અનુસાર નથી. તે સ્પષ્ટ છે કે જ્યારે સુનીલ પ્રભુને ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ત્યારે પાર્ટીમાં ભાગલા પડ્યા હતા, તેથી સુનિલ પ્રભુનો વ્હીપ લાગુ પડતો નથી.
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે નિર્ણય આપતા પહેલા જે મુદ્દાઓ ટાંકયા હતા તે ખૂબ જ મહત્વના બની રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech