ટોકન વગર દરિયામાં માચ્છીમારી કરવા જતાં લેવાયા પગલાં
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા કાસમ હુસેન ભાયા નામના 35 વર્ષના શખ્સે માછીમારી કરવા દરિયામાં નિયમ મુજબ ટોકન વગર જતા તેની સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
જ્યારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં પણ રહેતા આમદ સુલેમાન ઇસબાણી તેમજ નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અસલમ નૂરમામદ બે તારા નામના બે શખ્સોએ પણ માછીમારી કરવા માટે જરૂરી ટોકન ન લેતા તેની સામે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો હતો.
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા હમીદ તલબ જાડેજા નામના 47 વર્ષના માછીમાર યુવાને ફિશરીઝ વિભાગમાંથી ટોકન મેળવી લઈને ફિશિંગ કરીને પરત આવ્યા પછી ફિશરીઝ વિભાગમાં ઉપરોક્ત ટોકન જમા ન કરાવી, જુના ટોકન મુજબ ફિશિંગ કરવા જતા તે પકડાઈ ગયો હતો. જેથી ઓખા મરીન પોલીસમાં તેની સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભાણવડ પંથકની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે રાવ
ભાણવડ તાલુકાના સાજડીયારી ગામે હાલ રહેતી અને અરજણભાઈ ચાવડાની 28 વર્ષની પરિણીત પુત્રી શાંતીબેન દેવાભાઈ કોડીયાતરને તેણીના લગ્ન જીવનના છએક માસ બાદથી જ છેલ્લા આશરે બે વર્ષના સમયગાળા દરમિયાન પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે રહેતા તેણીના પતિ દેવા સામતભાઈ કોડીયાતર, સામત કડવાભાઈ કોડીયાતર, લાખીબેન સામતભાઈ કોડીયાતર અને પુંજા સામતભાઈ કોડીયાતર નામના ચાર સાસરિયાઓ દ્વારા તેમને વિવિધ પ્રકારે શારીરિક તથા માનસિક ત્રાસ આપી અને મેણાટોણા મારી, ઝઘડો કરવામાં આવતો હોવાથી આ અંગે અહીંના મહિલા પોલીસમાં તમામ ચાર સાસરિયાઓ સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.