ગાઝિયાબાદમાં વહેલી સવારે ભયંકર અકસ્માત, સ્કુલ બસમાં કોઈ બાળકો ન હતા
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મંગળવારને વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો.દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર એક સ્કૂલ બસ અને કાર સામસામે ટકરાઈ હતી જે અકસ્માતમાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. જો કે સ્કૂલ બુસ માં કોઈ બાળકો ન હતા.
મળતી માહિતી મુજબ ગાઝિયાબાદના દિલ્હી મેરઠ NH-9 પર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં મળતી માહિતી મુજબ ગાડીમાં બેઠેલા 6 લોકોના મોત થા છે. તેમજ ટક્કર એટલી જોરદાર હતી કે કારના ચીથરા ઉડી ગયા છે. કારમાં બેઠેલા લોકોના મૃતદેહ ખરાબ રીતે ફસાઈ ગયા હતા, જે બાદ પોલીસે તેમને બહાર કાઢી હોસ્પિટલ મોકલ્યા હતા. સદનસીબે અકસ્માત સમયે બસમાં કોઈ બાળકો ન હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવની કામગીરી શરુ કરી હતી.
ખાટુ શ્યામના દર્શને જઈ રહ્યો હતો પરિવાર
મીડિયા રીપોર્ટ મુજબ ગાડીમાં સવાર મુસાફરો મેરઠના છે જેઓ પોતાના પરિવાર સાથે ખાટુ શ્યામના દર્શને જઈ રહ્યા હતા જ્યાં રસ્તામાં જ તેમને અકસ્માત નડ્યો અને 6ના મોત થઈ ગયા હતા. જે ગાડીમાં કુલ 8 લોકો સવાર હતા જેમાં ચાર પુખ્ત વયના લોકો તેમજ ચાર બાળકો હતા. જેમાં થી બેની હાલત હજુ ગંભિર છે જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
રોંગ સાઈડથી આવતી બસે મારી ટક્કર
વહેલી સવાર દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર બનેલા આ અકસ્માતની વધુ વિગત અનુસાર વિજય નગર ફ્લાયઓવર પર ખોટી દિશામાં આવી રહેલી સ્કૂલ બસે ગાડીને ટક્કર મારી હતી. જેમાં છ લોકોના મોત થયા છે અને બેની હાલત ગંભીર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech