સુરતના સોટવેર ડેવલપરનું અપહરણ કરીને રાજકોટના શખસોએ ૨૯૩૫૦ ડોલર પડાવી લીધા

  • July 11, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અગાઉની લેતીદેતીના મામલે કરવામાં આવ્યું અપહરણ: રાજકોટના નવ શખસો સામે ફરિયાદ




અડાજણના એક સોટવેર ડેવલપરનું રાજકોટના માથાભારે શખસોએ અપહરણ કરીને ટ્રેડિંગ એકાઉન્ટમાંથી ૨૯૩૫૦ ડોલર એટલે કે ૨૪.૨૪ લાખ પિયા વિડ્રો કરી આંગડિયા મારરફતે રાજકોટ મોકલ્યા હતા. દોઢ મહિના પહેલા બનેલી ઘટનામાં પીડિત યુવકે સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર પ્રકાશ લંગડા સહિત ૩ની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
જેસિંગ સુમસેરા (૪૦) રાંદેર રોડ પર આવેલી સોસાયટીમાં રહે છે અને સોટવેર ડેવલપિંગનું કામ કરે છે. તેમણે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અઢી વર્ષ પહેલા તેનો પ્રકાશ ઉર્ફે ચુનિલાલ અધારા સાથે ઓળખાણ થઈ. જેસિંગ ટ્રેડિંગ સોટવેર બનાવતો હોવાથી અધારાએ જણાવ્યું હતું કે, તેણે પણ ટ્રેડિંગ સોટવેરની જર છે. જેથી જેસિંગે હા પાડી હતી અને ઈન્વેસ્ટમેન્ટ બાદ નફો પણ કરાવી આપ્યો હતો. જો કે, બાદમાં તેમની વચ્ચે કોઈ કોન્ટેકટ નહોતો.





૨૮ મે ૨૦૨૩ના રોજ પ્રકાશ અધારાએ ફોન કરીને જેસિંગને જણાવ્યું કે, એક ભાઈને સોટવેર ટ્રેડિંગનું કામ કરવું છે, જેથી સુરત આવીએ છે. ત્યારબાદ ૨૯ મે ૨૦૩૩ના રોજ બપોરે તેઓ સુરત આવ્યા અને અડાજણ ખાતે તેમની જેસિંગ સાથે મુલાકાત થઈ હતી. આ દરમિયાન અધારા સાથે બીજા ૪ માણસો પણ હાજર હતા. રેસ્ટોરાં મીટિંગ થઈ અને કામ બાબતે ચર્ચા બાદ એક દિવસનો સમય માંગીને બીજો દિવસે ડોકયુમેન્ટ આપીને કામ ચાલુ કરીએ તેવું જણાવ્યું હતું.





જેસિંગે ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે, ૩૦ મે ૨૦૨૩ના રોજ સવારે અધારાએ ફોન કરીને કહ્યું કે, તમે એક કોરો ચેક તમારા નામનો બાહેંધરી માટે લેતા આવજો અને અગાઉ મુલાકાત થઈ તે જગ્યાએ જ આવી જાઓ એટલે તમને પિયા અને ડોકયુમેન્ટ આપી દઈશું. જેથી જેસિંગ ફરી અડાજણ રોડ પર તેમને મળવા જતા હતા ત્યારે આગળ બે કાર ઉભી હતી, જેમાં અધારા અને તેના માણસો હતા. ત્યારબાદ બ્લેક કારમાં બેઠેલા ૪ શખસોએ જેસિંગને કારમાં બેસવા અને ઓફિસે જઈને વાતચીત કરતા જણાવ્યું હતું. જો કે, જેસિંગ ત્યાં જ વાત કરવાનું જણાવતા ચારેય શખસોએ જેસિંગને પકડીને ગાડીમાં બેસાડીને કામરેજ રસ્તાથી આગળ એક અવાવં જગ્યાએ લઈ ગયા હતા.





ફરિયાદ અનુસાર થોડા સમય બાદ અધારા અને તેના માણસો બીજી કારમાં ત્યાં પહોંચ્યા હતા. જેમાંથી એક શખસે જેસિંગને જણાવ્યું કે, અગાઉ તે પ્રકાશ અધારા સાથે જે વ્યવહાર કર્યા છે તેમાં અમારે દોઢ કરોડ પિયા લેવાના નીકળે છે. જો તું  પિયા નહીં આપે તો તને જાનથી મારી નાખીશું.' ત્યારે જેસિંગે જણાવ્યું હતું કે, પ્રકાશ સાથેનો વ્યવહાર અઢી વર્ષ પહેલા જ પૂરી કરી દીધો હતો. તેમ છતાં તેમણે પિયા માંગતા જેસિંગે ના પાડી દીધી, જેથી ઉશ્કેરાયેલા શખસોએ તેને મારવાનું શ કયુ.





આ દરમિયાન એક શખસે જેસિંગનો મોબાઈલથી અનલોક કરાવીને ટ્રેડિંગ એપ્લિકેશન ઓપન કરી હતી અને તેમાં જેસિંગના અલગ–અલગ કસ્ટમર્સના બેલેન્સ ચેક કરીને બ્રોકર્સના મોબાઈલ નંબર માંગ્યા હતા. જેસિંગે ના પાડતા જાનથી મારવાની ધમકી આપતા જેસિંગે તેમણે બ્રોકર અજય સોનીનો મોબાઈલ નંબર બતાવતા ટોળકીએ જેસિંગના ફોનથી વ્હોટસએપ ઓપન કરીને અજય સોનીને મેસેજ કરીને ૨૯૩૫૦ ડોલર એટલે કે, ૨૪.૨૪ લાખ જેટલી રકમ માટે વિડ્રો રિકવેસ્ટ ભરી આ પિયા પી.એમ. આંગડિયા પેઢી રાજકોટમાં આંગડિયું કરાવ્યું હતું.




એટલું જ નહીં, બાદમાં આરોપીઓએ જેસિંગના એક બેંક એકાઉન્ટના ચેક પર બળજબરીથી સહી કરાવી હતી અને બાદમાં કોરા પેપર પર ૧.૮૫ કરોડ પિયાનું લખાણ લખાવીને તેમાં સહી પણ કરાવ્યા હતા અને સાથે જ એવી પણ ધમકી આપી હતી કે, આ અંગે તે કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. જેથી જેસિંગ સુરત સાયબર ક્રાઈમાં મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે ચુનીલાલ અધારા ઉપરાંત ૮ અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application