ખંભાળીયા પંથકમાં જાહેરનામા ભંગ સબબ ત્રણ સામે કાર્યવાહી પીધેલા વાહનચાલકો ઝડપાયા

  • July 17, 2023 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં નવા નાકા વિસ્તારમાં ન્યુ આરઝુ હોટલ ધરાવતા બસીર આદમભાઈ સંધીએ પોતાની હોટલમાં સીસીટીવી કેમેરા ન લગાડતા તેમજ સલાયાના શફી ઢોરો વિસ્તારમાં મંજૂરી વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા સલેમાન આદમ સંઘાર સામે તેમજ દ્વારકામાં જુની નગરપાલિકા કચેરી પાસેથી હરેશ હિંમતભાઈ થરવાણીએ પોતાની દુકાનમાં મોબાઈલ અંગેનું રજીસ્ટર ન નિભાવતા આ ત્રણેય શખ્સો સામે સ્થાનિક પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધાયો છે.


ખંભાળિયાની જૂની આરટીઓ કચેરી પાસેથી મોડી રાત્રિના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર રૂપિયા ૫૦,૦૦૦ ની કિંમતના બુલેટ મોટરસાયકલ લઈને નીકળેલા નવનીત અમુભાઈ પરમાર (ઉ.વ. ૩૬) ને તેમજ ભાણવડ બાયપાસ પાસેથી મનસુખ વેલજી કણજારીયા નામના ૩૫ વર્ષના શખ્સને રૂપિયા ૩૦,૦૦૦ ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા પોલીસે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application