કરણી સેનાના પ્રમુખ સૂરજપાલ અમ્મુને પણ બિશ્નોઈ ગેંગની ધમકી, ‘તાઉ તુજે કબ ઉઠા લેંગે, પતા નહીં ચલેગા...'

  • December 09, 2023 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પહેલા પંજાબ સરકારે રાજસ્થાન સરકારને પત્ર લખીને ચેતવણી આપી હોવાનો સૂરજપાલ અમ્મુનો દાવો




રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ હવે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ અમ્મુને ધમકી મળી છે. લોરેન્સ બિશ્નોઈના સાગરીતોએ સોશિયલ મીડિયા પર આ ધમકી આપી છે. તેમાં લખ્યું હતું, "તે લોરેન્સને અપશબ્દ કહી મોટી ભૂલ કરી છે. આ વખતે તારો વારો છે, અગાઉથી રેસ્ટ ઇન પીસ...તાઉ તુજે કબ ઉઠા લેંગે, પતા નહીં ચલેગા..."


આ ધમકી પર સૂરજપાલ અમ્મુએ વળતો જવાબ આપતા કહ્યું, 'હું, મા કરણીનો વંશજ, આવી ધમકીઓથી ડરતો નથી. આપણે દેશમાંથી મુઘલો અને અંગ્રેજોને ભગાડ્યા છે. અમે અલાઉદ્દીન ખિલજીના દાંત ખાટા કર્યા છે. અમ્મુએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે આવા તમામ ગુંડાઓ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. એનઆઈએ સતત દરોડા પાડીને આવા ગુનેગારો પર કાર્યવાહી કરવામાં વ્યસ્ત છે. ગોગામેડીની હત્યા અંગે તેમણે કહ્યું કે એ આશ્ચર્યજનક છે કે પંજાબ સરકારે રાજસ્થાન સરકારને પત્ર લખીને ચેતવણી આપી હતી. તે પછી પણ સુખદેવને સુરક્ષા ન આપવીએ રાજકીય ષડયંત્રના ભાગરૂપે તેની હત્યા તરફ ઈશારો કરી રહી છે.


રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યારાઓની ઓળખ કરી લીધી છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે. તે નાગૌરના મકરાનાનો રહેવાસી છે. અન્ય એકનું નામ નીતિન ફૌજી છે. તે હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. હાલ બંને ફરાર છે. બંનેએ ૫ ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી હતી. કાપડનો વેપારી નવીન શેખાવત બે યુવકો સાથે ગોગામેડીના ઘરે આવ્યો હતો. સુખદેવ સોફાની એક તરફ બેઠો હતો અને સામે બંને યુવકો બેઠા હતા. નવીન શેખાવત પણ બાજુમાં બેઠા હતા. ચારેય જણા કોઈ મુદ્દે વાત કરતા હતા ત્યારે અચાનક સુખદેવના મોબાઈલ પર કોલ આવ્યો. સુખદેવે ફોન ઉપાડતા જ નવીન સાથે આવેલા બે યુવકોમાંથી એક અચાનક ઊભો થયો અને તેણે સુખદેવને ગોળી મારી દીધી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News