રાજકોટમાં ત્યાગવલ્લભ સ્વામી ઉચાપત મામલે આગોતરા જામીન મુદે આજે ચૂકાદો રખાયો સ્થગિત : આવતીકાલે કોર્ટ સંભળાવશે ચુકાદો

  • June 26, 2023 06:52 PM 



રાજકોટમાં ત્યાગ વલ્લભ સ્વામીના ઉચાપતના મામલે આજે આગોતરા જામીન માટે રાજકોટ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સરકારી વકીલ અને સ્વામીના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. જેમાં આગોતરા જામીન મુદ્દે આજે ચુકાદો સ્થગિત કરવામાં આવ્યો છે. આવતીકાલે કોર્ટ ચુકાદો સંભળાવશે. 


સમગ્ર મામલે એસ.કે.વોરાએ કહ્યું કે, આત્મીય યુની.નું સર્વોદય કેળવણી મંડળમાં ત્રણ કરોડ રૂપિયા આપેલા છે તે ટ્રસ્ટીની છે તો કામ ન થયું હોય તો પાછા લઇ લૉ. ઇન્કમટેક્સ અને ચેરિટી કમિશનરએ પગલાં લીધા નથી તેનો મતલબ એ નથી કે તમે નિર્દોષ છો. કોર્ટ કે પોલીસ પાસે આવીને તમે રજુ કરો કે બોગસ ખાતા નથી અને આમાં ડબલ ગેમ છે. એક પણ આરોપી પકડાયો નથી ત્યારે કોર્ટ માં કેમ કહી શકો કે તમે ગુનો કર્યો નથી. પોલીસ તપાસમાં સાથ નથી આપવાનો નહીં અને આગોતરા જામીનની અરજી મૂકી નિર્દોષ કેમ સાબિત કરવા માગો છો.? 
​​​​​​​

એસ.કે વોરાએ દલીલમાં એમ પણ કહ્યું કે, ત્યાગવલ્લભ સ્વામી સાધુ છે તો સાધુ ને મહેલ પણ સરખો અને પોલીસ મથક સરખું. તમે જાઉં તમારા પુરાવા આપો તો આ કૌભાંડ કર્યું નથી તે સાબિત કરો અને આગોતરા જામીન અરજી મૂકી ભાગો શું કામ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application