30 કરોડ જેટલી રકમ હોવાનો પ્રાથમિક અંદાજ : વીરેન્દ્ર રામની મની લોન્ડરિંગ કેસ મમલે થઈ હતી ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ રાંચી, ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટી રોકડ રકમ જપ્ત કરી છે. ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી ઇડીએ જંગી રોકડ જપ્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રોકડ રૂપિયા 20 થી 30 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. હાલમાં નોટ ગણવાના મશીનો લાવવામાં આવી રહ્યા છે.
ઇડીએ ફેબ્રુઆરી 2023 માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામ સામે કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ ફરિયાદો મામલે કેસ કર્યો હતો. જે બાદ તેણી ધરપકડ પણ કરવામાં આવી હતી. ઇડીનું માનવું છે કે આ કાળા નાણાંનો જ એક ભાગ છે. થોડા દિવસ પહેલા જ જ્યારે પીએમ મોદી ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ કાર્યવાહી તેમની રેલીના થોડા દિવસો બાદ થઈ છે જેમાં મોટી રકમની રોકડ મળી આવી છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ ઝારખંડમાં મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. આઈટીએ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ ધીરજ સાહુના પરિસરમાંથી રૂ. 350 કરોડથી વધુની રોકડ રિકવર કરી હતી. તેના જવાબમાં તેણે કહ્યું કે દરોડામાં જે રોકડ મળી છે તે મારી દારૂની કંપનીઓની છે. દારૂનો ધંધો માત્ર રોકડમાં જ થાય છે અને તેને કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.
ત્યારે ભાજપના ધારાસભ્યોએ કહ્યું હતું કે ધીરજ સાહુએ ઝારખંડના સંસાધનોનું શોષણ કરીને અને ગરીબોના અધિકારોનું ઉલ્લંઘન કરીને આ સંપત્તિ એકઠી કરી હતી. ભાજપના ધારાસભ્યો ગળામાં પ્લેકાર્ડ પહેરીને વિધાનસભા ગૃહમાં આવ્યા હતા, જેના પર લખ્યું હતું કે કોંગ્રેસ કાળું સામ્રાજ્ય છે. ત્યારે આલમગીર આલમે ધીરજ સાહુનો બચાવ કર્યો હતો. આલમગીર આલમે ધીરજ સાહુનો બચાવ કરતા કહ્યું કે આ વિધાનસભાની વાત નથી, ભાજપ પોતાની રાજનીતિ ચમકાવવા માટે વિધાનસભાનો એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરી રહી છે, જે યોગ્ય નથી. આઈટીએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. પૈસા ફક્ત ધીરજ સાહુના જ નથી, પરંતુ તેમના વેપારી પરિવારના છે.
આલમગીર આલમ પાકુર વિધાનસભાથી ચાર વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં રાજ્ય સરકારમાં સંસદીય બાબતો અને ગ્રામીણ વિકાસ મંત્રી છે. આ પહેલા આલમગીર આલમ 20 ઓક્ટોબર 2006 થી 12 ડિસેમ્બર 2009 સુધી ઝારખંડ વિધાનસભાના સ્પીકર પણ હતા. રાજકારણનો વારસો મેળવ્યા બાદ, આલમગીરે સરપંચની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 2000માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને ત્યારથી અત્યાર સુધીમાં 4 વખત ધારાસભ્ય બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech