જયવીન દવેની લાખાબાવળની બી.એડ્. કૉલેજમાં એક યુવતિની છેડતી થયાનો ધડાકો

  • April 15, 2023 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના લાખાબાવળ પાસે આવેલ મિનાક્ષીબેન દવે બી.એડ્. કૉલેજ, દયામન ફિઝીયો થૅરાપિ અને બીએસસી નર્સિંગ કૉલેજ કે જેનું જોડાણ સૌરાષ્ટ્ર યુનિ. સાથે છે, આ કૉલેજના ડાયરેક્ટર અને પ્રિન્સિપાલનો હોદ્દો ધરાવતાં મનિષ બૂચ નામના વ્યક્તિ સામે દૂષ્કર્મની ફરિયાદ જામનગરમાં નોંધાયેલ છે એવું અમોને જાણવા મળ્યું છે ત્યારે ભૂતકાળમાં આ વ્યક્તિ સામે સરકારી ભરતીની પરીક્ષામાં પેપરલિકકાંડમાં પણ તે સંડોયેલ હતો અને તેમાં પણ પોલીસ ફરિયાદ થયેલ છે. આ વ્યક્તિ અત્યારે કૉલેજના મહત્વના હોદ્દા પર છે ત્યારે કૉલેજમાં અરજન્ટ કમિટિ બનાવી તેની તપાસ કરવાની માંગણી અનએસયુઆઈ (જામનગર)ના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ અને મહામંત્રી મહિપાલસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર યુનિ.ના વાઈસ ચાન્સેલરને લખેલા પત્રમાં જણાવ્યું છે અને એવો પણ મોટો ધડાકો આ પત્રમાં કરાયો છે કે, અગાઉ પણ બી.એડ્. કૉલેજમાં એક વિદ્યાર્થિનીની છેડતી થઈ હતી.


વાઈસ ચાન્સેલરને લખેલા પત્રમાં જણાવાયું છે કે, આવા પ્રકારની અનેક ફરિયાદો વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા કૉલેજના માલિક જયવીન દવેને કરવામાં આવી છે, પરંતુ તે પણ મનિષ બુચ સાથે સંકળાયેલા હોય અન્ય કારણ હોય કોઈપણ ફરિયાદ આજ સુધી ધ્યાનમાં લીધેલ નથી અને પગલાં પણ લીધાં નથી! 


કૉલેજમાં ડૉનેશન લેવા, ઈન્ટરનલ માર્ક્સના રૂપિયા માંગવા, લૅક્ચર્સ ન લેવા, સ્ટાફ ન લેવા, વિદ્યાર્થીઓને ડૉક્યુમેન્ટ્સ પાછા ન આપવા જેવી અનેક ફરિયાદો થઈ છે. થોડાં સમય પહેલાં પણ આ જ કૉલેજની વિદ્યાર્થિની દ્વારા શારીરિક છેડતીની ફરિયાદ અમોને અને કૉલેજમાં પણ કરી હતી અને અમોએ પણ મૌખિક રજૂઆત જયવીન દવેને કરી હતી. અત્યારે મનિષ બુચ પર એક ફરિયાદ નોંધાઈ ગઈ છે અને અમોને ખાતરી છે કે, તેઓની કૉલેજમાં એક કમિટિ બનાવીને તપાસ કરવામાં આવે તો હજુ પણ વાસ્તવિકતા સામે આવે તેમ છે તેમજ વિદ્યાર્થીઓ સાથેના અન્યાયને ઉજાગર કરી શકાય તેમ છે.


માટે તાત્કાલિક કમિટિ બનાવીને તપાસ કરવા અમારી માંગણી છે અને જો તપાસમાં કંઈ પણ અન્ય બનાવો ખૂલે તો આ કૉલેજની માન્યતા રદ્ કરવામાં આવે તેવી જામનગર એનએસયુઆઈના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ અને મંત્રી મહિપાલસિંહ જાડેજાએ પત્રના અંતે કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application