IRCTC દ્વારા રાજકોટથી 24 જાન્યુ.ની સાઉથ ઇન્ડિયા ટૂરિસ્ટ ટ્રેન ૮૦ ટકા ભરાઇ

  • January 18, 2023 11:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

18 માર્ચે હર હર ગંગે ટુરિસ્ટ ટ્રેન પણ રાજકોટથી દોડશે


ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) દ્વારા રેલવે મંત્રાલયના સહયોગથી મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને, ફરી એકવાર નવા વર્ષમાં રાજકોટથી સાઉથ ઇન્ડિયા ડિવાઇન અને હર હર ગંગે ટુરિસ્ટ ટ્રેનનું આયોજન ઘડી કઢાતા ૨૪ જાન્યુઆરીએ ઉપડનારી રામેશ્વરમની સાઉથ ઇન્ડિયા ડિઝાઇન સ્પેશિયલ ટ્રેન ૮૦ ટકા જેટલી

ભરાઇ જવા પામી હોવાનું પ્રવક્તા અમીત ઉપાધ્યાયે જણાવ્યું હતું‌.


રામેશ્વરમની સાઉથ ઇન્ડિયા ડિવાઇનની યાત્રામાં જોડાવા માટે યાત્રાળુઓ સાબરમતી, વડોદરા, કલ્યાણ,અને પુણે સ્ટેશનથી પણ બેસી શકશે. તથા હર હર ગંગે ટ્રેનમાં મુસાફરી સાબરમતી, છાયાપુરી (વડોદરા), રતલામ અને સંત હીંદરામનગર સ્ટેશનથી બેસી શકશે. તેમાં યાત્રાળુઓને રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, તિરૂપતિ માટે લઇ જવામાં આવશે. પેકેજ ટેરિફ: રૂ.13900/- બજેટ ક્લાસ સ્લીપર, રૂ. 15300/- સ્ટાન્ડર્ડ ક્લાસ સ્લીપર અને રૂ. 23800/-થ્રી ટાયર એસી ક્લાસ રાખવામાં આવી છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે 18 માર્ચ 2023ના રોજ હર હર ગંગે ટૂર પણ રાજકોટથી ઉપડનાર છે, તેમાં મુસાફરોને પુરી, કોલકાતા, ગંગાસાગર, વારાણસી અને પ્રયાગરાજ માટે લઈ જવામાં આવશે. પેકેજ રૂ.14900/- ક્લાસ સ્લીપર, રૂ.16500/- સ્ટાન્ડર્ડ ક્લાસ સ્લીપર અને રૂ.25300/- થ્રી ટાયર એસી ક્લાસ રખાયું છે. બંને પેકેજમાં ટ્રેન ટિકિટ, ભોજન (યા-નાસ્તો, લંચ અને ડિનર), માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ/ રૂમની સુવિધા ટૂર એસ્કોર્ટ, કોય સિક્યુરિટી ગાર્ડની સુવિધા, હાઉસકીપિંગ અને જાહેરાતની સુવિધા માહિતી માટે ઉપલબ્ધ હશે. આ પ્રવાસી ટ્રેનો રાજકોટથી નીકળી રાજકોટ પરત ફરશે.વધુ માહિતી અને બુકિંગ માટે www.irctctourism.com પર લોગ ઇન કરવા અથવા 079- 26582675, 8287931718, 9321901849, 9321901851, 9321901857, 9321901852 પર સંપર્ક કરવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application