જામનગર જિલ્લામાં પોષણ પખવાડિયાનો શુભારંભ

  • March 23, 2023 09:35 PM 

જામનગર જિલ્લામાં ‘પોષણ પખવાડિયા’નો શુભારંભ

જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને પોષણ પખવાડિયાની ઉજવણીના અમલીકરણ માટે બેઠક યોજાઇ 


જામનગર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા  20મી માર્ચ 2023 થી 3જી એપ્રિલ 2023 સુધી પોષણ પખવાડીયાની દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગર જિલ્લામાં પોષણ પખવાડિયા શુભારંભ થઇ ચુક્યો છે.




 યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ -૨૦૨૩ને “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ”  જાહેર કરાતા ‘‘પોષણ પખવાડિયા’’ દરમિયાન મિલેટ (શ્રીધાન્ય)ના પોષક લાભો વિષે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ખાસ કરીને પોષણ- સુખાકારી માટે શ્રીધાન્ય(મિલેટ)નો પ્રચાર પ્રસાર અને લોક પ્રિયતા વધારવી, તમામ આંગણવાડી કેન્દ્રોમાં સ્વસ્થ બાળક સ્પર્ધાની ઉજવણી અને સક્ષમ આંગણવાડી પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. 



પોષણ પખવાડિયાના પ્રથમ દિવસ તા. ૨૦/૦૩/૨૦૨૩નાં રોજ જામનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉજવણીનાં અસરકારક અમલીકરણ માટે જુદા-જુદા વિભાગો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.


ઉપસ્થિત તમામ અધિકારી, કર્મચારી દ્વારા પોષણનાં શપથ લઇ પોષણ પખવાડિયાનો શુભારંભ કરવામાં આવેલ. તેમજ તમામ આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર દ્વારા આઈ.સી.ડી.એસ.નાં લાભાર્થીઓ અને ગ્રામજનોને પોષણનાં શપથ લેવડાવવામાં આવ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application