જાલીનોટો ઘૂસાડવાનું કૌભાંડ: પાંચ શખસો ચાર દી'ના રિમાન્ડ પર

  • January 20, 2023 10:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલાનો વતની ટ્રાન્સપોર્ટ ધંધાર્થીએ નાણાકીય ભીંસમાં આવતા જાલીનોટો આંગડિયા મારફતે ચલણમાં ફરતી કરી

રાજકોટના જ શખસે નકલી નોટની લાઈન કરી આપી, ૪.૬૫ લાખની નકલી નોટો અલગ–અલગ આંગડિયામાં ટ્રાન્ઝેકશન કરીને નોટો ઘૂસાડાઈ, પુના, હૈદરાબાદથી બાંગ્લાદેશ તરફ કનેકશન: સૂત્રધારનો કબજો લેવા પોલીસ પુના દોડી ગઈ: અઢી લાખની નકલી નોટો કબજે કરાઈ




રાજકોટ શહેરમાં આંગડિયા મારફતે જાલીનોટો વહેતી કરવાના કારસ્તાનનો રાજકોટ પોલીસે પર્દાફાશ કરી રાજુલાના વતની રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર નિધિ એપાર્ટમેન્ટમાં રહેતા ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરીચા ઉ.વ.૪૦ તથા રાજકોટમાં રહેતા જસદણના વતની ફાઈનાન્સર સોની બંધુ વિમલ બીપીનભાઈ થડેશ્ર્વર ઉ.વ.૩૯ રહે.પેન્ટાગોન એપાર્ટમેન્ટ સ્પીડવેલ  પાર્ટીપ્લોટ પાસે, મયુર બીપીનભાઈ થડેશ્ર્વર ઉ.વ.૪૩ રહે.જંકશન પ્લોટ ૧૩૭ તેમજ જાલીનોટોની વ્યવસ્થા કરી આપનાર જંકશન પ્લોટમાં રહેતા ગુરપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણી ઉ.વ.૪૭ અને બાબરામાં નિલકઠં પાર્ક રામનગર સોસાયટીમાં રહેતા તેજસ ઉર્ફે ગોપાલ રાજુભાઈ જસાણી ઉ.વ.૩૦ની એ–ડિવિઝન પોલીસે ધરપકડ કરી પાંચેયને ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જાલીનોટો મોકલનાર પુનાના કમલેશ શિવનદાસ જેઠવાણીનો કબજો લેવા એક ટીમ પુના દોડી ગઈ છે. કમલેશ હૈદરાબાદ તરફથી જાલીનોટો મગાવતો હતો અને આ પગેરું કદાચ બાંગ્લાદેશ તરફ ખુલે તેવું પોલીસને દેખાઈ રહ્યું છે. પોલીસે હાલ રાજકોટ અને જામનગરમાંથી આંગડિયામાં મોકલાયેલી અઢી લાખની નકલી નોટો કબજે લીધી છે.





આંગડિયા પેઢીમાં ભરણામાં ૫૦૦ના દરની નકલી નોટો ઘૂસાડાયાની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે આંગડિયુ કયાંથી આવ્યું હતું? કોણે કયુ? તે બધી વિગતો આંગડિયુ કરનારના ફોન નંબર અને સીસીટીવી ફટેજ મેળવ્યા હતા જે આધારે તપાસ કરી પાંચ લાખનું આંગડિયુ કરનાર ભરતને સકંજામાં લેવાયો હતો.





ટ્રાન્સપોર્ટ ધંધાર્થી ભરતે આંગડિયામાં ૪.૬૫ લાખની નકલી નોટો અલગ અલગ રકમના આંગડિયા મારફતે ઘૂસાડયાનું કથન કયુ હતું. નકલી નોટો કયાંથી આવી? કોણે આપી તે બાબતે પીઆઈ કે.એન.ભુક્કડ સહિતના સ્ટાફે આકરી પૂછતાછ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાંચના તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા. તેઓએ પણ પુછતાછ કરતા ભરતે નકલી નોટની લાઈન કરી આપનારા કે સૂચન કરનારા ઈસમોના નામ આપ્યા હતા જે આધારે પોલીસે સોની બંધુ મયુર અને વિમલ તેમજ બાબરાના તેજસને ઉઠાવ્યા હતા. વિમલ મારફતે ગુરપ્રિતસિંગની કડી મળી હતી. ગુરપ્રિતસિંગને પણ ઉઠાવી લઈ આકરી સરભરા કરાતા જાલીનોટનું પગેરૂ પુના પહોંચ્યું હતું.
વિમલે ગુરપ્રિતસિંગ સાથે ભરતનો સંપર્ક કરાવ્યો હતો. ગુરપ્રિતસિંગે પુના રહેતો પોતાનો મામાનો દીકરો કમલેશ ૪૫ ટકાના ભાવે જાલીનોટો આપશે તેવી વાત કરી હતી અને ભરતને નાણાની જરૂર હોય તે સહમત થઈ ગયો હતો. ગુરપ્રિતસિંગે કમલેશ પાસેથી જાલીનોટો મગાવીને ભરત સુધી પહોંચતી કરી હતી. કમલેશ પુના પોલીસના સકંજામાં આવી ગયો હોય. ગઈકાલે રાત્રે જ એ–ડિવિઝન પીએસઆઈ કે.કે.પરમાર અને તેમની ટીમ હવાઈ માર્ગે પુના દોડી ગઈ હતી અને કમલેશનો કબજો મેળવવા કાર્યવાહી કરાઈ હતી.
સમગ્ર રાયવ્યાપી કે હાલ આંગડિયા મારફતે અલગ અલગ શહેરોમાં લાખોની નકલી નોટો ચલણમાં ફરતી કરી દીધી હોવાના ચર્ચાસ્પદ બનેલા કાંડમાં પુનાનો શખસ હાથમાં આવ્યા બાદ તે કેટલા સમયથી નોટો લાવતો હતો. રાજકોટ ઉપરાંત કયાં કયાં નોટ ઘૂસાડાઈ? ભરત સિવાયના અન્ય સાગરીતો દ્રારા નકલી નોટો ઘૂસાડાઈ છે કે કેમ? તે ખુલશે. એ–ડિવિઝન પોલીસે આ પાંચેય આરોપીના ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.



જાલીનોટના નેટવર્કને ભેદવા માટે સીપી, ડીસીપી, એસીપીના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ભુક્કડ, વી.એચ.પરમાર, કે.કે.પરમાર, એએસઆઈ બી.બી.ગોહિલ, જગદીશભાઈ વાંક, મહેશ લુકા, ભગીરથસિંહ ઝાલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.



રાજ્યની અન્ય એજન્સીઓ પણ તપાસમાં ઝુકાવે તેવી સંભાવના
રાજકોટમાં આંગડિયા પેઢી મારફતે નકલી નોટો ઘૂસાડવાના કૌભાંડમાં માત્ર રાજકોટથી જ નોટો ઘૂસાડાઈ હતી? રાજકોટ ઉપરાંત આંગડિયા મારફતે અન્યત્ર શહેરો કે જગ્યાઓએ ૧૦થી વધુ ટ્રાન્ઝેકશન કરાયા હતા. હજી તો આ પ્રાથમિક કબૂલાત છે. ખરેખર આટલા જ ટ્રાન્ઝેકશન કરાયા હતા કે નેટવર્ક બહુ મોટું છે? હાલ તો રાજ્યવ્યાપી હોવાની ચર્ચા છે. પરંતુ પુનાના શખસ મારફતે આંતર રાય વ્યાપી પણ કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકોટની પોલીસની તપાસમાં રાયની અન્ય એજન્સીઓ પણ જાલીનોટો સંદર્ભે તપાસમાં ઝંપલાવે તેવી શકયતા છે અને જો નેટવર્ક મોટુ હશે તો કેન્દ્રીય એજન્સી પણ ભવિષ્યમાં રિપોર્ટ મેળવી તપાસ કરે તો ના ન કહી શકાય.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application