જેલમાં પણ જલસા...જેક્વેલિનના એક્સ બોયફ્રેન્ડના સેલ માંથી મળ્યા લાખોના ચપ્પલ અને 80 હજારનું જીન્સ !

  • February 23, 2023 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરાયેલા સુકેશ ચંદ્રશેખર હાલ જેલમાં છે. પરંતુ જેલવાસ દરમિયાન પણ સુકેશ ઠાઠ માઠથી રહેતો હોવાના સમાચાર બાદ  જેલ પ્રશાસને તેના સેલ પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન જેલ અધિકારીઓએને સુકેશના સેલમાંથી 1.5 લાખ રૂપિયાના ગૂચીના ચંપલ અને 80 હજાર રૂપિયાની બે જીન્સ મળી આવી છે. જો કે દરોડા દરમિયાન સુકેશ ચંદ્રશેખર જેલ અધિકારીઓની સામે રડતો જોવા મળ્યો હતો.

આ દરોડાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો દિલ્હીના તિહારની મંડોલી જેલનો છે. જ્યાં જેલના સુરક્ષાકર્મીઓ તેની સેલમાં ચેકિંગ કરતા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, જેલ અધિકારીઓએ સુકેશની સેલમાં હાજર દરેક વસ્તુની તપાસ કરી. આ દરમિયાન જેલર પહોંચતા જ તે રડવા લાગ્યો હતો. તે જ સમયે, જેલ અધિકારીએ કહ્યું કે આ સીસીટીવી ફૂટેજ લીક કરનાર વ્યક્તિ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

સુકેશ પર સરકારી ઓફિસર બતાવીને લોકોને લગભગ 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. સુકેશ ચંદ્રશેખરે વરિષ્ઠ ન્યાયાધીશના રૂપમાં સુપ્રીમ કોર્ટના જ કેટલાક ન્યાયાધીશોને ફોન કર્યો હતો. સુકેશ ફોન કોલ્સ દ્વારા દબાણ બનાવીને નિર્ણય પોતાની તરફેણમાં લખાવવા માંગતો હતો. તે જ સમયે, બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસનું નામ પણ સુકેશ સાથે જોડાયું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application